ન્યૂઝ ડેસ્ક: સંગીત એ માત્ર એક કળા નથી પણ એક સાધના પણ છે. સંગીતને આપણે ભગવાને આપેલું વરદાન પણ કહી શકીએ. કારણ કે સંગીતથી વ્યકિતને મનનની શાંતિની અનુભૂતિ થાય છે. આવી જ રીતે સંગીતનાં મધુર અવાજ પણ મનને તૃપ્ત કરે છે. એ પછી, તબલા હોય કે શહેનાઈ, તમામ સંગીતનાં વાદ્યોની પોતાની એક વિશેષતા છે અને ભારતીય સંગીતમાં આ વાદ્યોનું વિશેષ મહત્વ છે. ભારતમાં ઘણા એવા સંગીતકારો છે, જેઓ આ વાદ્યો વગાડવામાં ખૂબ જ માહિર છે. પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈન (Famous Tabla Player Zakir Hussain) પણ સંગીત અને તબલા વગાડવામાં નિષ્ણાંત છે. આ મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનો આજે બુધવારે બર્થડે (Happy Birthday Zakir Hussain) છે.
જાણો ઝાકિર હુસૈનના જીવનની આ મહત્વની વાત વિશે
આજે બુધવારે પ્રખ્યાત તબલાવાદક અને સંગીતકાર ઝાકિર હુસૈનનો જન્મદિવસ છે. ઝાકિર હુસૈનનો જન્મ 09 માર્ચ 1951ના રોજ થયો હતો. ઝાકિર હુસૈન પ્રખ્યાત તબલાવાદક કુરેશી અલ્લા રખા ખાનના પુત્ર છે. અલ્લા ખાન તબલા વગાડવામાં પણ નિષ્ણાંત ગણાતા હતા. ઝાકિર હુસૈનનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું. પ્રાથમિક શિક્ષણ અને કૉલેજ પછી, ઝાકિર હુસૈને કલાના ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો:Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ
ઝાકિર હુસૈને આટલી નાની ઉંમરે જીવનનમાં શું કરવુ તે નક્કી કરી લીધુ હતું
12 વર્ષની ઉંમરથી જ ઝાકિર હુસૈને સંગીતની દુનિયામાં તેમના તબલાના અવાજને લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ "લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ" 1973માં પ્રકાશિત થયો હતો. આ બાદ ઝાકિર હુસૈને નક્કી કર્યું કે, તે તેના તબલાના અવાજને આખી દુનિયામાં ફેલાવશે. આ ધ્યેય સાથે 1973થી 2007 સુધી ઝાકિર હુસૈન વિવિધ આંતરરાષ્ટ્રીય તહેવારો અને આલ્બમ્સમાં તેમની તબલા શક્તિ દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું. ઝાકિર હુસૈન ભારતની સાથે સાથે વિશ્વના વિવિધ ભાગોમાં પણ એટલા જ લોકપ્રિય છે.
ઝાકિર હુસૈનના આ કૌશલ્યને આટલા એવોર્ડથી નવાજવામાં આવ્યું
ઝાકિર હુસૈનને આ કૌશલ્ય માટે ઘણા સન્માન અને પુરસ્કારો પણ એનાયત થયા છે. 1988માં, જ્યારે પદ્મશ્રી એવોર્ડથી (Padm Shree Award 2022) તેમનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે તેઓ માત્ર 37 વર્ષના હતા અને આ ઉંમરે આ એવોર્ડ મેળવનાર સૌથી નાની વયના વ્યક્તિ પણલ હતા. એ જ રીતે 2002માં તેમને સંગીત ક્ષેત્રે તેમના યોગદાન માટે 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા.
ઝાકિર હુસૈનને સંગીતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત
ઝાકિર હુસૈનને 1992 અને 2009માં સંગીતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ 'ગ્રેમી એવોર્ડ' પણ મળ્યો છે. આજે પણ ઝાકિર હુસૈનના તબલાંનો જાદુ અકબંધ છે અને સમય જતાં તે ચાલુ રહેશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:Film James release date: 'પાવર સ્ટાર' પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ 'જેમ્સ' આ દિવસે થશે રિલીઝ