ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હેપ્પી બર્થ ડે લતા મંગેશકર : ખોવાયેલું ગીત 26 વર્ષ પછી રિલીઝ થશે, જાણો કયું ગીત હશે - VB Music 'and' Moz 'app

26 વર્ષ પહેલા વિશાલ અને ગુલઝાર સાથે રેકોર્ડ કરાયેલું લતા મંગેશકરનું ગીત આજે રિલીઝ થશે. ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝારે કહ્યું છે કે, આ જોડીએ 26 વર્ષ પહેલા લતા મંગેશકર સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જે આજે એટલે કે, મંગળવારે રિલીઝ થશે. 'ઠીક નહીં લગતા' શબ્દો વાળું ગીત એક ફિલ્મ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું જે, પાછળથી રીલીઝ કરવામાં આવ્યું ન હતું.

હેપ્પી બર્થ ડે લતા મંગેશકર : ખોવાયેલું ગીત 26 વર્ષ પછી રિલીઝ થશે, જાણો કયું ગીત હશે
હેપ્પી બર્થ ડે લતા મંગેશકર : ખોવાયેલું ગીત 26 વર્ષ પછી રિલીઝ થશે, જાણો કયું ગીત હશે

By

Published : Sep 28, 2021, 8:04 AM IST

  • 26 વર્ષ પહેલા વિશાલ અને ગુલઝાર સાથે રેકોર્ડ કરાયેલું લતા મંગેશકરનું ગીત આજે રિલીઝ થશે
  • 'ઠીક નહીં લગતા' શબ્દો વાળું ગીત રિલીઝ થશે
  • મંગેશકરના 92 માં જન્મદિવસ પર ભારદ્વાજના લેબલ 'વી.બી મ્યુઝિક' અને 'મોઝ' એપ પર રિલીઝ

મુંબઈ: ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝાર કહે છે કે 26 વર્ષ પહેલા આ જોડીએ લતા મંગેશકર સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જે મંગળવારે રિલીઝ થશે. 'ઠીક નહીં લગતા' ગીત એક ફિલ્મ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું જે પાછળથી રીલીઝ કરવામાં આવ્યું ન હતું. આ ગીત હવે મંગેશકરના 92 માં જન્મદિવસ પર ભારદ્વાજના લેબલ 'વી.બી મ્યુઝિક' અને 'મોઝ' એપ પર રિલીઝ થશે. સોમવારે ડિજિટલ માધ્યમથી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારદ્વાજે કહ્યું હતું કે, તેણે ફિલ્મ 'માચીસ' પહેલા જ મંગેશકર સાથે 'ઠીક નહીં લગતા' ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીત બીજી ફિલ્મ માટે લખવામાં આવ્યું હતું જે ફિલ્મ બની શકી નહી.

આ પણ જાણો : અક્ષય કુમારની 'રક્ષાબંધન' અને પ્રભાસની 'આદિપુરુષ' એકસાથે થિએટરમાં 11 ઓગસ્ટે ટકરાશે

કયા કારણોસર ગીત રીલીઝ નહોતુ થતું જાણો

ફિલ્મ નિર્માતાએ પત્રકારોને કહ્યું, "તે સમયે અમે આ ગીત પણ રેકોર્ડ કર્યું હતું. કમનસીબે, જે ફિલ્મ માટે આ ગીત રચવામાં આવ્યું હતું, તે સાકાર થયું નહીં. આ ગીત પણ તેની સાથે ખોવાઈ ગયું હતું. લાંબા સમય સુધી અમે ફરી ફિલ્મ બનાવવાનું વિચારતા રહ્યા પણ 10 વર્ષ પછી સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ બનાવી શકાતી નથી. ભારદ્વાજે કહ્યું કે મંગેશકરનું ગીત જે ટેપ પર રેકોર્ડ કરવામાં આવ્યું હતું તે ખોવાઈ ગયું હતું અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બંધ હતો. તેણે કહ્યું કે બે વર્ષ પહેલા તેને બીજા રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી ફોન આવ્યો કે તેને એક ટેપ મળી છે જેના પર ભારદ્વાજનું નામ લખેલું છે. જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તેમાં એક જ ગીત છે. લતાજીનો અવાજ બીજા ટ્રેક પર હતો. તેથી ગીત થોડું જૂનું લાગતું હોવાથી અમે તેને ફરીથી ગોઠવ્યું. એ ગીત ગુમાવ્યા પછી ફરી મળવું મહત્વનું હતું. ઓડિયો સંદેશમાં લતા મંગેશકરે ગુલઝાર અને ભારદ્વાજ બંનેની પ્રતિભા અને ગીત પરત લાવવા બદલ પ્રશંસા કરી હતી. ગુલઝારે ભારદ્વાજને 'કોલંબસ શોધક' ગણાવ્યા અને કહ્યું કે, આ ગીત આજે પણ મહત્વનું છે.

આ પણ જાણો : અક્ષયની 'પૃથ્વીરાજ' થી લઈને રણબીરની 'શમશેરા' સુધી, YRF એ આ 4 મોટી ફિલ્મોની રિલીઝ તારીખોની કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details