એક ટ્રેડ એનાલિસ્ટે અમિતાભ બચ્ચનમા પ્રથમ લુકને શેર કર્યો છે. આ ફોટોમાં બિગ બી એક વૃદ્ધ મુસલમાનના લુકમાં છે. જેની આંખો પર મોટા ચશ્મા છે અને નાક ખૂબ જ મોટું છે. લાબી સફેટ દાઢીના સાથે જ તેમના હાવભાવ પણ અજીબ છે. અમિતાભ બચ્ચન ખૂબ જ ખડૂસ નજર આવી રહ્યા છે.
'ગુલાબો સિતાબો'માં જોવા મળશે અમિતાભ બચ્ચનનો ખાસ લૂક - Bollywood
મુંબઈઃ બૉલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન બેક ટૂ બેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. બ્રહ્માસ્ત્ર, ચેહરા બાદ બિગ બીની આવનારી ફિલ્મ 'ગુલાબો સિતાબો' નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અમિતાભનો પ્રથમ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમા પણ અમિતાભ બચ્ચનનો કિરદાર ખૂબ જ અલગ છે.
gulabo sitabo
આ ફિલ્મ 'ગુલાબો સિતાબો'નું શૂટિંગ લખનઉમા શરૂ થઈ ગયું છે અને અમિતાભે પોતાના ભાગનું કામ શરૂ કરૂ દીધુ છે. અમિતાભે ટ્વિટર પર તેમના ફેન્સને ઘણી વખત જાણકારી આપી હતી. ગુલાબો સિતાબોમાં અમિતાભની સાથે આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાનાના મકાન માલિકનો કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્શન શૂજિત સરકાર કરી રહ્યા છે.