ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સરકાર લતા મંગેશકરને 'ડૉટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી કરશે સન્માનિત - Etv Bharat

મુંબઈ: નરેન્દ્ર મોદી સરકારે 28 સપ્ટેમ્બરના રોજ બોલીવૂડના પ્રખ્યાત ગાયિકા અને ભારતની કોકિલ કંઠિકા એવા લતા મંગેશકરને તેમના જન્મ દિવસ પર 'ડૉટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત કરવાની યોજના બનાવી છે. આ વર્ષે તેઓ 90 વર્ષના થવાં જઈ રહ્યા છે.

લતા મંગેશકરને 'ડૉટર ઓફ ધ નેશન' ના એવોર્ડથી સન્માનિત કરશે સરકાર

By

Published : Sep 6, 2019, 6:40 PM IST

લતા મંગેશકરે 7 દશકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે. જેમને સન્માનિત કરવા આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. કવિ, ગીતકાર પ્રસૂન જોશીએ આ અવસર પર એક વિશેષ ગીત પણ લખ્યું છે. મળતી વિગતો મુજબ, વડાપ્રધાન મોદી લતા મંગેશકરના ખુબ જ મોટા પ્રશંસક છે. તેઓ ભારતીય રાષ્ટ્રના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમનું સન્માન કરવું તે સમગ્ર દેશની દિકરીઓના સન્માન કરવા સમાન જેવી બાબત છે અને એટલા માટે જ તેઓને તેમના 90માં જન્મદિવસ પર અધિકારીક રૂપે આ ખિતાબ આપવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, લતા મંગેશકર છેલ્લા 8 દશકા કરતા વધારે સમયથી 'હિંદુસ્તાનની અવાજ' બન્યા છે. તેઓએ 30થી પણ વધારે ભાષામાં ફિલ્મોમાં તેમના અવાજનો જાદૂ વિખેર્યો છે.

લતા મંગેશકરે પ્રથમ વખત 1942માં મરાઠી ફિલ્મ 'કિતી હસાલ' માં ગીત ગાયું હતું. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ એક મધ્યમ વર્ગીય મરાઠા પરીવારમાં થયો છે. લતા મંગેશકરનું પ્રથમ નામ હેમા હતું પરંતુ તેમના માતા-પિતાએ લતાના જન્મના 5 વર્ષ બાદ લતા રાખી દીઘું હતું. તેમના પિતા રંગમંચના કલાકાર હતા.

ABOUT THE AUTHOR

...view details