દેહરાદૂન: અમિતાભ બચ્ચન તેમની ફિલ્મના શૂટિંગ (Good bye shooting) માટે ઉત્તરાખંડ પહોંચી ગયા છે. આ ફિલ્મનું શૂટિંગ 26 માર્ચથી હરિદ્વાર ખાતે શરૂ થશે અને 1 એપ્રિલ સુધી ચાલશે.ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રશ્મિકા મંદાના પણ છે. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા.
અમિતાભની એક ઝલક જોવા લોકોની ભીડ ઉમટી:અમિતાભ બચ્ચનને ભારે ભીડ વચ્ચે કડક સુરક્ષામાં ટર્મિનલની બહાર લાવવામાં આવ્યા હતા. દેહરાદૂન એરપોર્ટથી તેઓ નરેન્દ્રનગર જવા રવાના થયા હતા. અમિતાભ બચ્ચન આજે સવારે લગભગ 10 વાગ્યે મુંબઈથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં દહેરાદૂન એરપોર્ટ પર પહોંચ્યા (Amitabh Bachhan In dehradun) હતા.