ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પટનામાં નોંધાયેલી FIRને ઝીરો માનવામાં આવે, મુંબઈ ટ્રાન્સફર થાય કેસ: રિયા

રિયાએ પોતાની લેખિત અરજીમાં જણવ્યું છે કે, FIRનો પટનામાં કોઈ ગુના સાથે સંબંધ નથી. તેણે કહ્યું કે, પટણામાં ZERO FIR નોંધીને તેને અધિકારક્ષેત્ર ધરાવતા પોલીસ મથકમાં મોકલવામાં આવે.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

By

Published : Aug 13, 2020, 7:09 PM IST

મુંબઈ: રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પોતાની લેખિત અરજીમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પટના પોલીસે 25 મી જુલાઈએ આ કેસને 'ZERO FIR' હોવાનું માનીને મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવું જોઈએ. રિયાએ એમ પણ કહ્યું કે રાજપૂતના પિતાએ તેમની વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવ્યા છે.

રિયાની ટ્રાન્સફર પિટિશન (આ કેસનું પટણાથી મુંબઇ ટ્રાન્સફર) ઉપર ઉચ્ચ અદાલતે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. રિયાએ પોતાની લેખિત અરજીમાં કહ્યું કે, FIRનો પટનામાં કોઈ ગુના સાથે સંબંધ નથી. તેમણે કહ્યું કે, પટણામાં ZERO FIR નોંધીને તેને અધિકારક્ષેત્ર ધરાવતા પોલીસ મથકમાં મોકલવામાં આવે.

રિયાએ કહ્યું કે, બિહારમાં તપાસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આવી ગેરકાયદે કાર્યવાહી CBIને ટ્રાન્સફર નથી કરી શકાતી. રિયાએ કહ્યું છે કે, જો કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી અને જો સુપ્રીમ કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરીને કેસને CBIને સોંપે છે તો તેનાથી પણ તેણે કોઇ વાંધો નથી.

લેખિત અરજીમાં રિયાએ જણાવ્યું કે, અરજદારને કોઈ વાંધો નથી જો ભારતના બંધારણની કલમ 142 હેઠળ અદાલતને અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરી કોર્ટ આ કેસને CBIને ટ્રાન્સફર કરે છે. તેણે દલીલ કરી હતી કે બિહાર પોલીસના કહેવા પર CBIને તપાસ ટ્રાન્સફર કરવી એ સંપૂર્ણ અધિકારક્ષેત્રને નજરઅંદાજ કરવાની બાબત છે.

ABOUT THE AUTHOR

...view details