મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા IOWમાં આ FIR, IPRS દ્વારા દાખલ કર્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતાને રિપ્રેઝન્ટ કરે છે. ફરિયાદ પ્રમાણે, યશરાજ ફિલ્મ્સે આર્ટિસ્ટ પાસેથી જબરજસ્તી કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યા હતાં અને તેમની રોયલ્ટી જબરજસ્તી લઈ લીધી છે. વાસ્તવમાં યશરાજ બેનરને રોયલ્ટી સાથે કોઈ જ લેવા-દેવા નથી
વિવાદોમાં ફસાઇ યશરાજ ફિલ્મ્સ,100 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ - વિવાદોમાં ફસાઇ યશરાજ ફિલ્મ્સ
મુંબઇ: યશરાજ ફિલ્મ્સનું નામ ભારતમાં સૌથી મોટા પ્રોડક્શન હાઉસથી થાય છે.આ બેનર હેઠળ ઘણી બધી યાદગાર ફિલ્મો બનાવામાં આવી છે. મળતી માહીતી મુજબ,બોલિવૂડ પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા હડપ કરવાના આરોપમાં ફરિયાદ કરી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતા તરફથી કરવામાં આવ્યો છે.
file photo
IPRSનું કહેવું છએ કે, 100 કરોડ રૂપિયા મૂલ્ય આંકડાનો ફક્ત એક નાના ભાગ છે.આ કેસમાં યશરાજ ફિલ્મ્સે હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી.FIR મુજબ યશરાજ પ્રોડક્શન કલાકારો તથા સંગીત નિર્માતાઓ તરફથી રોયલ્ટી જમા નથી કરાવી શકતું, કારણ કે,આ IPRSનો અધિકાર છે.