અભિનેતા આયુષ્માન ખુરાના 'બાલા' ફિલ્મને લઈ ચર્ચામાં છે. ખરતાં વાળની સમસ્યાથી પીડાતા વ્યક્તિની કહાની પર આધારિત ફિલ્મ 'બાલા' ટૂંક જ સમયમાં રીલિઝ થવાની છે. ત્યારે ફિલ્મને લઈ વિવાદ ઉભો થયો છે. 'બાલા' અને 'ઉજડે ચમન' ફિલ્મ એક જ વિષય પર બનેલી છે. જેથી ફિલ્મને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેને લઈ અભિનેતાએ ખુલાસો કર્યો હતો.
ફિલ્મ 'બાલા' અને 'ઉજડે ચમન'ના વિવાદ પર આયુષ્માન ખુરાનાનો ખુલાસો - latest news of bala
મુબંઈઃ બોલીવુડમાં પોતાના અભિનયથી અલગ ઓળખ બનાવનાર આયુષ્માન ખુરાના 'બાલા' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે 'ઉજડે ચમન' અને 'બાલા' ફિલ્મની કહાની સરખી હોવાનો વિવાદ ઉભો થયો છે. જેને લઈ આયુષ્માન ખુરાનાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતું કે, "તેમની ફિલ્મનું ટીઝર પહેલા રિલીઝ થયું છે. જેથી એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી."
'બાલા' ફિલ્મના વિવાદને લઈને અભિનેતાએ જણાવ્યું હતું કે, હું કોઈની નિંદા કરવા નથી માગતો. બસ, એટલું જ કહેવા માગુ છું કે, "અમારી ફિલ્મનું શૂટીંગ પહેલા શરૂ થયું છે અને પહેલા રીલિઝ પણ થઈ રહી છે. એટલે હું આ બધી વાતો વિશે સકારાકત્મક વિચારવા માગુ છું."
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં તેની પહેલી ફિલ્મની કો-સ્ટોર યામી ગોતમ છે. જેની સાથે તેની કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. અલગ થીમ અને નવા વિચાર અને દમદાર અભિનયના તડકા સાથે આયુષ્માન એકવાર ફરી તેના ચાહકોને દીલ જીતવા આવી રહ્યો છે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.