મુંબઈઃ ફિલ્મ પ્રોડયુસર કરીમ મોરાની અને તેમની બંને પુત્રીઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હતાં. મોરાની પરિવારના ત્રણ લોકો કોરોના પ્રભાવિત થયા હતા. ત્રણેય લોકોની કોરોના વાઈરસની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
કરીમ મોરાની બંને પુત્રીઓએ સારવાર બાદ કોરોનાને માત આપી છે. કોરોના સામે જંગ લડી શઝા મોરાની અને ઝોયા મોરાની બંને સાજા થઈ ઘરે પરત ફર્યા છે. પંરતું કરીમ મોરાની હજી પણ કોરોનાગ્રસ્ત છે. તેમનો બીજ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઘરમાં બંને દિકરીઓ સાજી થઈ ગઈ હોવાની ખુશી તો કરીમના પોઝિટિવ રિપોર્ટથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.