મુંબઈઃ બુધવારે ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જ તેમની પુત્રીઓ ઝોઆ અને શઝાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કરીમ મોરાની હાલ નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કનિકા બાદ ફિલ્મ પ્રોડયુસર કરીમ મોરાની કોરોનાગ્રસ્ત, તેમની બંને પુત્રીઓ પણ પ્રભાવિત - કોરોનાવાઈરસ ન્યૂઝ અપડેટ્સ
કનિકા કપૂર બાદ બૉલીવૂડ પ્રોડયુસર પણ કોરોનાનો શિકાર બન્યાં છે. ફિલ્મ પ્રોડયુસર કરીમ મોરાનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ તેમની બે પુત્રીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં હતાં. કરીમ મોરાની હાલ નાંણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
સિંગર કનિકા કપૂર બાદ અભિનેતા પુરબ કોહલી અને કરીમ મોરાનીની બંને પુત્રીઓ કોરોનાવાઈરસથી પ્રભાવિત હતાં. જેમાં હવે પિતા કરીમ મોરાની પણ સામેલ થઈ ગયા. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 એપ્રિલે ઝોઆ અને શઝાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે કરીમ નાણાવટી હોસ્પિટલમાં કોરોના સામે લડી રહ્યાં છે.
શાહરૂખ ખાનની 'રાવન', 'ચેન્નાઇ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યૂ યર' અને 'દિલવાલે' સહિત અનેક બોલિવૂડ ફિલ્મ્સના નિર્માણમાં કરીમે ફાળો આપ્યો છે. કરીમ મોરાનીનો પરિવાર અને ઘરમાં કામ કરતાં લોકો હાલ ક્વોરનટાઈનમાં છે.