ન્યૂઝ ડેસ્ક:સાઉથ એક્ટર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF - ચેપ્ટર 2'ના ટ્રેલરની તારીખ (Film KGF 2 Trailer Release Date ) નુ એલાન થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર આ માર્ચ મહિનાની 27મીએ સાંજે 6.40 વાગ્યે રિલીઝ થશે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલના સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા આ માહિતી પ્રાપ્ત છે. ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફરા નથી. KGF-2 14 એપ્રિલ 2022ના રોજ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ સહિત હિન્દીમાં રિલીઝ (Film 'KGF 2 Release Date ) થવા જઈ રહી છે.
ફિલ્મનો બીજો ભાગ જોવા માટે ચાહકોની બેચેની છેલ્લા ચાર વર્ષથી અકબંધ
આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને રવિના ટંડન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો, જેણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો હતો, ત્યારથી ફિલ્મનો બીજો ભાગ જોવા માટે ચાહકોની બેચેની છેલ્લા ચાર વર્ષથી અકબંધ છે. ફિલ્મનો પહેલો ભાગ ફિલ્મના મુખ્ય ખલનાયક ગરુણના ભયાનક મૃત્યુ સાથે સમાપ્ત થાય છે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરના તમામ ડોન ગરુણના મૃત્યુથી આઘાત અને નારાજ છે.