ભારતીય સંવિઘાનની હેઠળ આર્ટિકલ 15 એક એક કાયદો છે, જે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ સાર્વજનિક જગ્યા પર જવાનો અધિકાર આપે છે. તેની આસપાસ અનુભવ સિન્હાએ પોતાની કહાનીને ગુંથી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં 5 બદલાવની સાથે યૂએ (UA) સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે અમુક સીન્સ પર વાંધો વ્યક્ત કર્યો હતો. CBFCએ મેકર્સને આ સીન્સમાં બદલાવ કરવાનો આદેશ કર્યો હતો. આ ફિલ્મને લઈને હલચલ તે સમયથી છે, જ્યારથી ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને એક બાજુ સોશિયલ મીડિયા પર સારો રિસ્પૉન્સ મળ્યો છે, બીજી બાજુ અમુક સંસ્થાઓએ તેનો એવુ કહીને વિરોધ કર્યો કે, આમાં બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું છે. આર્ટિકલ 15ને લઈને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા સારો રહ્યો છે.
વિવાદોની વચ્ચે ફિલ્મ 'આર્ટિકલ 15' રિલીઝ, આયુષ્માનની વધુ એક બ્લૉકબસ્ટર ફિલ્મ - anubhav sinha
ન્યૂઝ ડેક્સઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની કહાની સાચી ઘટનાઓ પર આધારિત છે. અનુભવ સિન્હાએ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મને સેલેબ્સે સારો રિસ્પૉન્સ આપ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની પ્રશંસા કરવામાં આવી રહી છે. આયુષ્માન ખુરાનાએ કામની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. અનુભવ સિન્હાના ડાયરેક્શનને પણ પસંદ કરવામાં આવી રહી છે.
ટ્રેલર પહેલા જ્યારે પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારે જ્ઞાતી-જાતી, સમાજમાં ઊંચ-નીચ, યૌન શૌષણ, હિંસા અને બધા દર્દથી રૂબરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટ્રેલર જ્યારે આવ્યું તો તેમાં જોવા મળી રહ્યું છે કે, આયુષ્માન ખુરાના એક પોલીસ વાળાનું પાત્ર નિભાવી રહ્યા છે. જે બે યુવતીઓ સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની તપાસ કરી રહ્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, બે યુવતીઓના મૃતદેહ વૃક્ષ પર લટકાવવામાં આવી છે. આ યુવતીઓ સાથે સામુહિક દુષ્કર્મ થયું છે અને તેની તપાસ આયુષ્માન કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં સમાજની ઊંચી અને નીચી જાતીના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. યૌન શોષણના કેસના તપાસ કરતા આયુષ્માન પણ આ બધાનો સામનો કરે છે.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'ને લઈને બૉક્સ ઑફિસ પર એવા માટે હલચલ છે. કારણ કે ફિલ્મનો સામનો શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ સાથે થઈ રહ્યો છે. આ ટફ હરિફાઈ એવા માટે કહેવામાં આવે છે, કારણ કેે કબીર સિંહે સારી કમાણી કરી છે અને ઘણા રેકૉડ તોડ્યા છે. એવામાં આર્ટિકલ 15 જેવી જ બૉક્સ ઑફિસ પર આવશે ત્યારે કબીર સિંહ સાથે ટક્કર થશે.