મુંબઇઃ બૉલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે 1000 PPE કીટ્સ આપી છે. આ ઉપરાંત તેમણે લોકોને પણ જેટલું બની શકે તેટલું ડોનેટ કરવાની અપીલ કરી છે.
46 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી અને આ વાત તરફ ધ્યાન દોર્યું કે, મેડિકલ ટીમ અને સ્ટાફને પીપીઇ કીટ્સની કેટલી જરૂર છે.
અભિનેતાએ રિકોર્ડેડ વીડિયો મેસેજ ટ્વીટર પર શેર કર્યો જેમાં ખુલાસો કર્યો કે, તેમણે ખાનગી રીતે 1000 પીપીઇ કીટ્સ સરકારી હોસ્પિટલ્સને ડોનેટ કરી છે. આ સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે, જેટલું બની શકે તેટલું ડોનેટ કરવાની અપીલ કરી છે.