મુંબઇઃ અભિનેતા ફરહાન અખ્તરે મંગળવારે ટ્વીટર પર જણાવ્યું કે, તેમણે પર્સનલ પ્રોટેક્ટિવ (પીપીઇ) કિટ્સનું પોતાના કેન્સાઇમેન્ટ શહેરના કામા હોસ્પિટલમાં મોકલ્યા હતા.
'રૉક ઑન' અભિનેતાએ પોતાના ટ્વીટર પર એક કન્સાઇમેન્ટની ફોટા શેર કરતા તેણે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કિટ્સ મોકલીને મદદ કરી હતી.
અભિનેતાએ ટ્વીટમાં લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, અમારી પીપીઇ કિટ્સનું કન્સાઇમેન્ટ કામા હોસ્પિટલ, મુંબઇ માટે જઇ રહ્યું છે. જેમણે યોગદાન આપ્યું તે બધાનો ખૂબ જ પ્રેમ અને આભાર...
તેમણે તમામ આરોગ્યસંભાળ કર્મચારીઓને પણ પી.પી.ઇ કીટ ગોઠવવાના આશયથી દાન આપવાની અપીલ કરી હતી. ફરહાને અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 1000 કીટ દાનમાં આપી રહ્યા છે અને લોકોને ફાળો આપવા વિનંતી કરી હતી.
બૉલિવૂડના તમામ સ્ટાર્સ કોવિડ -19 સામે લડવા માટે સતત તેમના સ્તરે મદદ કરી રહ્યા છે અને પ્રયાસ કરી રહ્યા છે.