ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Sunil Grover Heart Surgery: પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરે કરાવી હાર્ટ સર્જરી, ફેન્સે કહ્યું..

તાજેતરમાં જ 44 વર્ષીય કોમેડિયન સુનીલ ગ્રોવરે (Comedian Sunil Grover) મુંબઇની એશિયન હોસ્પિટલમાં (Asian Hospital Mumbai) હાર્ટ સર્જરી કરાવી છે. સુનીલને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી (Sunil Grover Heart Surgery) કરવામાં આવી છે. હાલ તેઓ હજુ હોસ્પિટલમાં જ છે. તે જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે ચાહકો કરી રહ્યાં છે પ્રાર્થના.

Sunil Grover Heart Surgery: પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરે કરાવી હાર્ટ સર્જરી, ફેન્સે કહ્યું..
Sunil Grover Heart Surgery: પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરે કરાવી હાર્ટ સર્જરી, ફેન્સે કહ્યું..

By

Published : Feb 2, 2022, 5:26 PM IST

ન્યૂઝ ડેસ્ક:પ્રખ્યાત કોમેડિયન સુનિલ ગ્રોવર (Comedian Sunil Grover) જે કરોડો લોકોને હસાવે છે. તાજેતરમાં તેને મુંબઈની એશિયન હોસ્પિટલમાં (Asian Hospital Mumbai) હાર્ટ સર્જરી કરાવી છે. સુનીલ આ સર્જરી (Sunil Grover Heart Surgery) પહેલા પુણેમાં હતો, જ્યાં તે આગામી વેબ સિરીઝનું (Web series) શૂંટિગ કરવા માટે ગયો હતો. તેણે કામ પ્રત્યે અને તેને આપેલી કમિટમેન્ટ બાદ જ હાર્ટ સર્જરી કરાવી છે. જેના પરથી તેના કામ પ્રત્યેની લગન અને પ્રોફેશનલ એટીટ્યૂટ દેખાય રહ્યો છે.

આ પણ વાંચો:Film radhe shyam New Release Date: ફિલ્મ 'રાધે શ્યામ' આ તારીખે મચાવશે ધુમ, જાણો ફિલ્મ 'રાધે શ્યામ'ની નવી રિલીઝ ડેટ વિશે

ડોક્ટરોએ આપી સુનિલની તબિયત વિશે જાણકારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હાલમાં હોસ્પિટલમાં છે અને સુનીલ ગ્રોવર હાલમાં હોસ્પિટલમાં સ્વસ્થ છે. જો કે, હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે સુનીલ ગ્રોવર હવે સ્વસ્થ છે અને તેની તબિયતમાં પણ સુધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો:Amitabh Dayal Death: અમિતાભ દયાલનું 51 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસઆ પણ વાંચો

સુનિલની ફેને કહ્યું... "મારું દિલ તૂટી ગયું"

સુનિલ ગ્રોવરના ફેન્સને જ્યારથી આ વિશે સમાચાર મળ્યા ત્યારથી તેઓ તેમના માટે ચિંતિત થઇ ગયાં છે. તેમના ફેન્સ દ્વારા સુનીલ ઝડપથી સ્વસ્થ થઇ જાય તે માટે સતત પ્રાર્થના કરી રહ્યાં છે. આ સાથે તેની એક ફેન સિમીએ ટ્ટવિટ કર્યું છે કે, મને આ જાણીને ઘણો જ આઘાત લાગ્યો કે સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે. જે વ્યક્તિ આપણને હસાવે છે અને આપણું મન ખુશીઓથી છલકાવી દે છે તેને આજે આ પીડાનો સામનો કરવો પડે છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. પ્રાર્થના કરું છું કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય. તેની ટેલન્ટ અદ્દભૂત છે અને હું હંમેશાં તેની મોટી પ્રશંસક રહી છું.'

ABOUT THE AUTHOR

...view details