મુંબઇ: અભિનેત્રી એવલિન શર્માને લાગે છે કે લોકો હજી પણ તેને 2014ની ફિલ્મ 'યારિયન' ની 'સની સની' ગર્લ તરીકે ઓળખાતા રહે. તેમણે IANS સાથે વાત કરતા યાદ કરતાં કહ્યું, "બોલિવૂડમાં મારી પહેલી ફિલ્મ 'ફ્રોમ સિડની વિથ લવ' હતી. તે કેટલી રમુજી વાત છે કે હવે હું પ્રેમમાં છું અને સિડનીના એક છોકરા સાથે સગાઈ કરું છું. અયાન મુખર્જીની ફિલ્મમાં મને સફળતા મળી હતી. 'યે જવાની હૈ દીવાની'માં રણબીર કપૂર સાથે કામ કરીને મને આ સફળતા મળી હતી.
એવલિન શર્માઃ લોકો મને હજી પણ 'સની સની' ગર્લ તરીકે ઓળખે, આ ગીત હંમેશાં મારા માટે ખાસ રહેશે
એવલિન શર્મા 2014માં આવેલી ફિલ્મ 'યારિયાં' થી ખુબ ચર્ચામાં હતી. તે સની સની ગર્લ તરીકે ઓળખાય છે. આજે પણ લોકો તેને આ નામથી ઓળખે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ કહ્યું કે 'સની સની' ગીત હંમેશાં મારા માટે ખાસ રહેશે અને આ માટે મને તે ગીત હંમેશને માટે ગમતુ રહેશે.
એવલિન શર્માઃ લોકો માને હજી પણ સની સની ગર્લ તરીકે ઓળખે
અભિનેત્રી એવલિન શર્માએ જણાવ્યુ, "વરુણ ધવનની 'મેં તેરા હિરો' અથવા ઇમ્તિયાઝ અલીની 'જબ હેરી મેટ સેજલ'માં શાહરૂખ ખાન-અનુષ્કા શર્મા જેવી મોટી મલ્ટિકાસ્ટ ફિલ્મોનો ભાગ બનવુંએ ખુબ સારૂ રહ્યુ હતુ.