આપને જણાવી દઈએ કે, આ વિવાદ કંગનાની આગામી ફિલ્મ "જજમેન્ટલ હૈ ક્યા"ના ગીતના લોન્ચ દરમિયાન થયો હતો. તે દરમિયાન ફિલ્મની નિર્માતા એક્તા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ હાજર હતા.
સભ્યોએ એક્તાને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે કંગનાના વર્તનને 'અયોગ્ય' જણાવ્યું છે.
સાથે જ પત્રમાં લખ્યું છે કે, અમે એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાના સભ્યો, ઘટના અને વિશેષ પ્રકારથી રનૌતના વર્તનની નિંદા કરતા બાલાજી ફિલ્મ્સ અને રનૌત પાસેથી એક જાહેર માફીપત્રકની માગ કરીએ છીએ. અમે એક ગિલ્ડ તરીકે રનૌતનો અને તેમના કોઈપણ મીડિયા કવરેજનો સામૂહિક રીતે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં પત્રમાં લખ્યું હતું કે, અમે ખાતરી આપીએ છીએ કે, 'જજમેન્ટલ હૈ ક્યા' ગીતને કોઈપણ પ્રકારે પ્રભાવિત થવા નહીં દઈએ. અમે રનૌત સિવાય તમારી ફિલ્મ અને ફિલ્મના અન્ય સભ્યોનું સમર્થન કરીશું.