હૈદરાબાદઃબોલિવૂડના 'સિંઘમ' અજય દેવગણે ચાહકોને એક મોટા સમાચાર આપ્યા છે. અજયે ગુરુવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Ajay Devgan Instagram Account) પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને જણાવ્યું છે કે, તેણે તેની ફિલ્મ 'દ્રશ્યમ-2'ના શૂટિંગનો (Drishyam 2 shooting) પ્રારંભ કરી દીધો છે. અજયે ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે જણાવ્યું હતું, 'દ્રશ્યમ' દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલની મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 2013ની હિન્દી રિમેક છે.
અજય દેવગણે શેર કરી તસવીર
અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'દ્રશ્યમ 2'ના સેટ પરથી એક તસવીર શેર કરી અને કહ્યું, 'શું વિજય ફરી એકવાર તેના પરિવારને બચાવી શકશે? 'દ્રશ્યમ 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અજયે સેટ પરથી જે તસવીર શેર કરી છે, તેમાં તે તેના પાત્રમાં નજર આવે છે. તસવીરમાં અજય સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી શ્રિયા સરન અને ફિલ્મ નિર્માતા અભિષેક પાઠક પણ જોવા મળે છે.
આ પણ વાંચો:Ravi Tandon Birthday: રવિના ટંડન થઇ ઇમોશનલ, પિતાને યાદ કરી કહ્યું....