ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Dharma Productions: 'બ્રહ્માસ્ત્ર' બાદ ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ જાહેર, કરણ જોહરની પોસ્ટ- 'આગ લગા દેંગે' - Film director Puri Jagannadh

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં (Dharma Productions) બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Film 'Brahmastra') બાદ હવે પાન ઈન્ડિયા ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ (Release date of India film 'Liger') પણ જાહેર કરવામાં આવી છે. કરણે ગુરુવારે સોશિયલ મીડિયા (Social media) માધ્યમથી આ અંગે માહિતી આપી છે.

Dharma Productions: 'બ્રહ્માસ્ત્ર' બાદ ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ જાહેર, કરણ જોહરની પોસ્ટ- 'આગ લગા દેંગે'
Dharma Productions: 'બ્રહ્માસ્ત્ર' બાદ ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ જાહેર, કરણ જોહરની પોસ્ટ- 'આગ લગા દેંગે'

By

Published : Dec 16, 2021, 6:08 PM IST

  • જાણો ક્યારે થશે ફિલ્મ 'લાઇગર' રિલીઝ
  • કરણ જોહરે શેર કરેલ પોસ્ટરમાં, લખ્યું આ વર્ષે આગ લગાવી દેશું
  • 'લાઇગર' ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે

હૈદરાબાદઃ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહર (Famous filmmaker Karan Johar) વર્ષ 2022માં પોતાના ફેન્સનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. કરણના ધર્મા પ્રોડક્શનમાં (Dharma Productions) ) બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (movie 'Brahmastra') બાદ હવે પાન ઈન્ડિયા ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ (Release date of India film 'Liger') પણ જાહેર કરવામાં આવી છે. કરણે ગુરુવારે સોશિયલ મીડિયા (Social media) પોસ્ટમાં આ અંગેની માહિતી આપી છે.

કરણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું પોસ્ટર

કરણ જોહર દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પર પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના નામની સાથે તેની વલર્ડ રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા કરણ જોહરે કેપ્શનમાં આપ્યું છે, 'એક્શન, થ્રીલ અને ગાંડપણ, સાથે ધમાકેદાર ધડાકો થવા જઈ રહ્યો છે.

Dharma Productions: 'બ્રહ્માસ્ત્ર' બાદ ફિલ્મ 'લાઇગર'ની રિલીઝ ડેટ જાહેર, કરણ જોહરની પોસ્ટ- 'આગ લગા દેંગે'

જાણો ક્યારે થશે ફિલ્મ 'લાઇગર' રિલીઝ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'લાઇગર' (Film 'Liger') રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના બે અઠવાડિયા પહેલા રિલીઝ થશે. 'લાઇગર' 25 ઓગસ્ટ, 2022ના રોજ, 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બર, 2022ના રિલીઝ થશે. સાથે કરણ જોહરે ચાહકોને વચન આપ્યું કે, આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ 'લાઇગર'ની આકર્ષક ઝલક જોવા મળશે.

ફિલ્મનું નિર્દેશન સાઉથના ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાધ હેઠળ

કરણ જોહરે શેર કરેલા પોસ્ટરમાં, લખ્યું છે કે 'આ વર્ષ રોંમાચ અને મનોરંજનથી ભરપુર હશે. તમને જણાવી દઈએ કે, હિન્દી સિવાય સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Southern superstar Vijay Devarakonda) અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લિગર' તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ હશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાધ (Film director Puri Jagannadh) દ્વારા કરવામાં આવ્યું છે. વિજયની આ બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ (Bollywood debut film) છે.

આ પણ વાંચો:બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન

આ પણ વાંચો:કંગના રનૌતે કરણ જોહર અને તેની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ પર કટાક્ષ કર્યો

ABOUT THE AUTHOR

...view details