ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણે MAMIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

સોમવારે સવારે દીપિકા પાદુકોણે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજ(MAMI)નું અધ્યક્ષ પદ છોડી રહી છે.

By

Published : Apr 12, 2021, 1:23 PM IST

દીપિકા પાદુકોણે MAMIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
દીપિકા પાદુકોણે MAMIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

  • દીપિકા પાદુકોણે આપ્યું MAMIના અધ્યક્ષપદેથી રાજીનામું
  • વર્ષ 2019માં કિરણ રાવના સ્થાને કરાઈ હતી નિમણૂંક
  • ફિલ્મોમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાની કરી જાહેરાત

હૈદરાબાદ: અભિનેત્રી દીપિકા પાદુકોણે મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજ (MAMI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કામનું ભારણ વધારે હોવાથી પોતે અધ્યક્ષ પદને પૂરતો ન્યાય આપી શકે તેમ ન હોવાથી રાજીનામું આપ્યું હોવાનું તેણીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.

દિપીકા પાદુકોણ દ્વારા જાહેર કરાયેલું નિવેદન

આ પણ વાંચો:શકુન બત્રાની ફિલ્મ પહેલા દીપિકા કરી કરી રહી છે યોગ

વર્ષ 2019માં કરાઈ હતી વરણી

સોમવારે સવારે દીપિકાએ જાહેર કરેલા એક નિવેદનમાં MAMIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા અંગેની ઘોષણા કરી હતી. દીપિકાની વર્ષ 2019માં MAMIના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. અંદાજે 2 વર્ષ સુધી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેણીએ કહ્યું હતું કે, એકેડમી સાથેના સંબંધો જિંદગીભર રહેશે.

આ પણ વાંચો:આગામી ફિલ્મ માટે દીપિકા પદુકોણે લોકડાઉનમાં તૈયારી કરી

કામમાં વ્યસ્તતાને કારણે આપ્યું રાજીનામું

પોતાના નિવેદનને શેર કરતાં દીપિકાએ લખ્યું કે, "MAMIના બોર્ડ પર રહેવું અને અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવવાનો અનુભવ ઘણો યાદગાર રહ્યો. એક કલાકાર તરીકે સિનેમા અને વિશ્વભરના ટેલેન્ટને મારા બીજા ઘર મુંબઈમાં એકત્ર કરવાનો મોકો મળ્યો તે બદલ હું ખૂબ આભારી છું." તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, તેના વર્તમાન પ્રોજેક્ટ્સમાં વધારે સમયની જરૂર હોવાથી તે MAMIને સમય ફાળવવા સક્ષમ નહીં હોય. જેના કારણે તેણીએ રાજીનામું આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details