ન્યૂઝ ડેસ્ક: દીપિકા પાદુકોણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇયાં' ને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં દીપિકાના પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી છે અને તેના બદલામાં ફિલ્મની આખી ટીમે સક્સેસ પાર્ટી પણ કરી હતી. આ સંદર્ભે એક ઇન્ટરવ્યુ દરમિયાન, દીપિકાએ શોકિંગ ખુલાસો કર્યો (Deepika padukone Brest Surgery) છે. દીપિકાએ કહ્યું કે, 'મને સૌથી સારી સલાહ શાહરુખ ખાન પાસેથી મળી હતી. હજુ ખાસ વાત તો બાકી છે. વાંચો વધુ..
દીપીકાની આ ખાસ વાત જાણો
દીપિકા પાદુકોણને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તેને અત્યાર સુધીની સૌથી સારી અને ખરાબ સલાહ કઇ મળી છે? દીપિકાએ કહ્યું, 'મને સૌથી સારી સલાહ શાહરુખ ખાન પાસેથી મળી હતી અને મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેણે મને કહ્યું કે, તમને જેની સાથે મજા આવે છે, તેની સાથે હંમેશા કામ કરો, કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવો છો, ત્યારે તમે જીવનની પણ મજા માણો છો ઉપરાંત, તમે કેટલીક યાદો પણ બનાવો છો. સાથે જ ઘણો અનુભવ મળે છે..
આ પણ વાંચો:સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ