ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Dear Father Release Date: 40 વર્ષ બાદ પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં પરત ફરશે - Paresh Raval Dramas

40 વર્ષ બાદ પરેશ રાવલ ફિલ્મ 'ડિયર ફાધર'થી ઢોલિવૂડમાં કમબેક કરી રહ્યા છે. તાજેતરમાં ડિયર ફાધર'ની સ્ટાર કાસ્ટ અમદાવાદને મહેમાન ગતિ કરવાનો લાભ આપ્યો હતો. આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતી પિકચરને (Paresh Raval upcoming Gujarati Film) લઇને પોતાની એક ઇરછા પ્રગટ કરી છે. જાણો 'ડિયર ફાધર' ક્યારે રિલીઝ (Dear Father Release Date) થશે.

Dear Father Release Date: પરેશ રાવલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહ્યું..હું..
Dear Father Release Date: પરેશ રાવલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહ્યું..હું..

By

Published : Feb 25, 2022, 10:19 AM IST

ન્યૂઝ ડેસ્ક: પરેશ રાવલ ફિલ્મ (Paresh Raval upcoming Gujarati Film) 'ડિયર ફાધર'થી ઢોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓ એક નવો વળાંક આપવા જઇ રહ્યાં છે, જ્યારે હવે લાગી રહ્યું છે કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ એક નવી દિશા મળી રહી છે. તાજેતરમાં 'ડિયર ફાધર'ની (Dear Father Release Date) સ્ટાર કાસ્ટ અમદાવાદ પહોંચી હતી. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું હતું કે, "મારી એવી ઇરછા કે ગુજરાતીમાં સારા કન્ટેન્ટ વાળી વાર્તામાં કામ કરુ અને હું દર વર્ષે ગુજરાતી ફિલ્મ કરવા માગુ છું".

પરેશ રાવલની આ ઇરછા

જણાવીએ કે, આ ફિલ્મ પરેશ રાવલના એક નાટક (Paresh Raval Dramas) ડિયર ફાધરનું ફિલ્મ વર્ઝન છે. આ અંગે પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું ઘણા સમયથી ઇરછતો હતો કે આ નાટકની વાર્ચા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું મારી માતૃભાષામાં બનેલી અર્થપૂર્ણ ફિલ્મનો ભાગ બનું.

આ પણ વાંચો:RRRથી 'રોબોટ-2' સહિતની આ ફિલ્મોનું શૂટિંગ યુક્રેનની સુંદર વાદીઓમાં થયું

જાણો ફિલ્મની રોમાંચિત વાત

આ ફિલ્મમાં લીડ રોલમાં પરેશ રાવલ, માનસી પારેખ અને ચેતન ધાનાણી જોવા મળશે. ફિલ્મની રોમાંચિત વાત એ છે કે, ફિલ્મમાં પરેશ રાવલ ડબલ રોલ કરતા જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક વૃધ્ધ પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે રોજિંદા જીવનમાં થતા મતભેદો અને ગેરસમજણોની આસપાસ ફરે છે. આ ફિલ્મ વિનસના બેનર હેઠળ અને ગણેશ જૈન અને રતન જૈન દ્વારા નિર્મિત છે. ફિલ્મ 'ડિયર ફાધર' 4 માર્ચ 2022ના રોજ રિલીઝ (Dear Father Release Date) થશે. આ ફિલ્મ ઉત્તમ ગડાના મરાઠી ભાષાના મૂળ નાટક કાટકોન ત્રિકોણ પરથી પ્રેરિત છે. ફિલ્મનું દિગ્દર્શન રણજીત વ્યાસે કર્યું હતું, જ્યારે ફિલ્મને નિર્દેશિત ઉમંગ વ્યાસે કરી છે.

આ પણ વાંચો:Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી

ABOUT THE AUTHOR

...view details