ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Dasvi trailer Release: યામી ગૌતમ જેલમાં અભિષેક બચ્ચનને શીખવે છે શિક્ષણનું મૂલ્ય - શિક્ષણના અધિકાર

આજે બુધવારે ફિલ્મ 'દસવી'નું ટ્રેલર રિલીઝ (Dasvi trailer Release) કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. જેમાં અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર પણ લીડ રોલમાં જોવા મળશે. જાણો ફિલ્મ 'દસવી'ની રિલીઝ ડેટ (Film dasvi Release Date) વિશે...

Dasvi trailer Release: યામી ગૌતમ જેલમાં અભિષેક બચ્ચનને શીખવે છે શિક્ષણનું મૂલ્ય
Dasvi trailer Release: યામી ગૌતમ જેલમાં અભિષેક બચ્ચનને શીખવે છે શિક્ષણનું મૂલ્ય

By

Published : Mar 23, 2022, 2:27 PM IST

ન્યૂઝ ડેસ્ક: અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર અભિનીત ફિલ્મ 'દસવી'નું ટ્રેલર રિલીઝ (Dasvi trailer Release) કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિનોદ, નાટક અને લાગણીઓની સાથે ભરેલો મહત્વપૂર્ણ સંદેશ છે. આગામી ફિલ્મમાં અભિષેક મુખ્ય પ્રધાનની ભૂમિકામાં નજર આવશે. જે જેલમાં બંધ એક ગુનેગાર છે અને તેના શિક્ષણના અધિકાર (Education Right) નો ઉપયોગ કરવા માંગે છે.

આ પણ વાંચો:Shahid Day 2022: શહીદ દિવસ પર વીર સાવરકર બાયોપિકનુ એલાન, રણદીપ હુડ્ડાની કરાઇ પસંદગી

ફિલ્મમાં આ એક્ટરો આ પાત્રોમાં: આ અઢી મિનિટનું ટ્રેલર દર્શાવે છે કે, કેવી રીતે ગંગારામ ચૌધરીની ભૂમિકા ભજવતો અભિષેક જેલમાં જાય છે. સાથે જ યામી ગૌતમ આઇપીએસ ઓફિસરના રૂપમાં નજર આવશે, જ્યારે બિમલા દેવીની ભૂમિકામાં નિમરત કૌર પણ છે જે બચ્ચન પાત્ર ગંગા રામની પત્ની છે.

જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ: દસવી એ હિન્દી મીડિયમ, અંગ્રેઝી મીડિયમ અને બાલાના નિર્માતાઓનો આગામી પ્રોજેક્ટ છે. આ ફિલ્મથી તુષાર જલોટા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મને રિતેશ શાહ દ્વારા લખવામાં આવી છે. ફિલ્મ દસવીને દિનેશ વિજન, સંદીપ લેઝેલ અને શોભના યાદવ દ્વારા બેંકરોલ કરવામાં આવ્યા છે. તે મેડૉક ફિલ્મ્સ પ્રોડક્શન અને બેક માય કેક ફિલ્મોના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મ દસવી 7 એપ્રિલ, 2022થી Jio સિનેમા અને Netflix પર સ્ટ્રીમિંગ (Film dasvi Release Date) કરશે.

આ પણ વાંચો:Film Gajab thai gayo trailer Release: મલ્હાર સ્ટારર પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ 'ગજબ થઇ ગયો'નું ટ્રેલર રિલીઝ

ABOUT THE AUTHOR

...view details