ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ થયા હોસ્પિટલમાં દાખલ - બોલીવૂડના ખેલાડી કુમાર

દેશભરમાં કોરોનાનું સંકટ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે બોલીવૂડના ખેલાડી અક્ષય કુમાર પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે અને તે હોસ્પિટલમાં દાખલ થયા છે.

Akshay Kumar
Akshay Kumar

By

Published : Apr 5, 2021, 11:43 AM IST

Updated : Apr 5, 2021, 12:46 PM IST

  • અક્ષય કુમાર થયા કોરોના પોઝિટિવ
  • કોરોના પોઝિટિવ થયા બાદ હોસ્પિટલમાં દાખલ
  • બોલિવુડ સિતારા કોરોનાની ચપેટમાં

હૈદરાબાદ: ગત રવિવારે જ અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી હાલ અક્ષય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે.

બોલિવુડ સિતારા કોરોનાની ચપેટમાં

આખા દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો પ્રભાવ વધ્યો છે. મોટાભાગનાં બોલિવૂડ સિતારા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર. માધવન, પરેશ રાવલ, આમીર ખાન, આલિયા ભટ્ટ અને ગોવિંદાનો સમાવેશ થાય આવ્યો છે. ત્યારે હવે અક્ષયે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ

અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ થયા હોસ્પિટલમાં દાખલ

ગત રવિવારે સવારે અક્ષય કુમારે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, તે કોરોના પોઝિટિવ છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેણે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને તેનાં ઉત્તમ ઇલાજ માટે તે સેન્ટ્રલ મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે. ગત સાંજે 5 વાગ્યે તે હોસ્પિટલાઇઝ થયો છે. અક્ષય કુમારે ગત રવિવારે તેનાં કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: બપ્પી લહેરી અને મોનાલિસા બાદ આલિયા ભટ્ટ પણ કોરોનાગ્રસ્ત

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ચપેટમાં

બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ચપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.

રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત

કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.

Last Updated : Apr 5, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details