મુંબઇ: સોમવારે ટ્વિટર પર બે હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. સૌ પ્રથમ #BoycottKhans ટ્રેન્ડ કરી રહ્યું છે, આ હેશટેગ દ્વારા લોકો આપઘાત કેસમાં ત્રણેય ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ મુદ્દો સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા બાદ શરૂ થયો છે. સુશાંતે કયા કારણોસર આત્મહત્યા કર્યું તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું. જો કે, લોકો બોલીવૂડમાં ચાલી રહેલા નેપોટિઝમ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જેમાં બધા ખાનની મહત્વની ભૂમિકા છે.
ત્યારે એક અન્ય ટ્રેંડિંગ હેશટેગ SupportSelfMadeSRK છે. જે શાહરૂખના ચાહકો તરફથી ચલાવામાં આવી રહ્યો છે.
એક યુઝરે ટ્વીટ કર્યું, "બિહાર, ઝારખંડ અને યુપીમાં તમામ ખાનની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો, જેથી તેમને ખબર પડે કે, ટેલેન્ટ ફક્ત બોલિવૂડના ગોડફાધરના ઘરોમાં જ જન્મ નથી લેતો. યશરાજ ફિલ્મ્સ અને સાત પ્રોડક્શન હાઉસની ફિલ્મો પર રાજ્યોમાં પ્રતિબંધ મૂકવો જોઇએ."
બીજા એક યુઝરે લખ્યુ કે," ભ્રષ્ટ સરકાર સુશાંતને ન્યાય નહીં આપી શકે, પરંતુ અમે સાથે મળીને કરી શકીએ છીએ."
એક યુઝરે લખ્યું કે, "પ્રિય શાહરૂખ, આમા કોઈ શંકા નથી કે તમે એક સર્વશ્રેષ્ઠ છો...પરંતુ સુશાંતના મૃત્યુ પછી હું તમને નફરત કરૂ છું. તમારા ફોનમાં સુશાંતની એક પણ તસવીર નથી. તમે પણ તે બધાની જેમ નિકળ્યા.."
ત્યારે બીજી બાજુ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકોએ દાવો કર્યો છે કે, અભિનેતાનો બોલીવૂડ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ ન હતો તે પણ બહારથી પોતાની મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા...તેથી જ તેણે હેશટેગ SupportSelfMadeSRKને ટ્વીટ કરવાનું શરૂ કર્યું.
શાહરૂખના અન્ય એક ચાહકે ટ્વીટ કર્યું છે, "# SupportSelfMadeSRK, કારણ કે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું અને એક સફળ અભિનેતા બનવાનું સપનું લઇને મધ્યમ વર્ગમાંથી આવ્યો હતો."
બીજા એક ચાહકે લખ્યું, "રાજકુમાર રાવ, સુશાંત સિંહ, આયુષ્માને કહ્યું છે કે, SRK તેમના માટે સૌથી મોટી પ્રેરણા રહ્યા છે. કારણ કે તે જાતે જ પોતાની મેહનતથી સ્ટાર બન્યો છે."