મુંબઈ: કોરોના વાઈરસને ફેલાવતો અટકાવવા માટે વડાપ્રધાને 22 માર્ચે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. ત્યારબાદ આમિર ખાન, કાજોલ અને દીપિકા પાદૂકોણ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જનતા કર્ફ્યુનું સમર્થન કર્યું હતું. શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લોકોને રવિવારે ઘરની બહાર ન નીકળવા અને પરિવાર સાથે સમય વિતાવવા અપીલ કરી હતી. કાજોલે પોતાના દિકરાની સાથે વીડિયો શેર કર્યો, તો આમિર ખાન અને દીપિકાએ ટ્વિટ પર મેસેજ કરીને ‘જનતા કર્ફ્યુ’નું સમર્થન કર્યું.
અભિનેત્રી દીપિકા પદુકોણે વડા પરધાનની અપીલનો વીડિયો શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું, 'અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પરિપક્વ અને આરામદાયક સંબોધન. હું રવિવારે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી #જનતા કર્ફ્યુનું સમર્થન સમર્થન આપું છું. ઉપરાંત, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોની નિઃસ્વાર્થ અને અથાક પ્રયાસોના સન્માન માટે સાંજે 5 વાગે બધાની સાથે સામેલ થઈશ'.
કાજોલે એક વીડિયો શેર કરતાં લોકોને કહ્યું કે, ‘આપણે હંમેશાં કહેતા હોઈએ છીએ કે, આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે, અમારી પાસે પણ બાળકોની સાથે બેસવાનો, માતા-પિતાની સાથે બેસવાનો સમય હોય. આપણે હંમેશાં એવું વિચારતા હોઈ છીએ કે, કાશ આવું હોત. કાશ અમારી પાસે પણ કરવા માટે કંઈ ન હોય, હવે આપણી પાસે આ સમય છે અને કારણ પણ છે. તો મિત્રો પ્લીઝ..પ્લીઝ. કાલે ઘરેથી બહાર ન નીકળતા. પ્રધાનમંત્રીએ કહ્યું છે, તે આપણા દેશ માટે છે, તમારા માટે, તમારા માતાપિતા માટે, તમારા બાળકો માટે, દરેક માટે છે. તેથી પ્લીઝ ઘરની અંદર રહો અને શક્ય હોય ત્યાં સુધી સાબુથી તમારા હાથ ધોવા. હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો. આટલું જ ... આભાર.’ આ વીડિયોમાં તેનો પુત્ર યુગ પણ તેની સાથે જોવા મળ્યો હતો.
તો શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પુત્ર સાથે ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડ્યો હતો.