ગુજરાત

gujarat

ETV Bharat / sitara

27 વર્ષની થઈ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જાણો શું છે તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો... - મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યર

ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી ઉર્વશીની ગણતરી બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. તે ઘણીવાર તેની સુંદરતા અને બોલ્ડ સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે.

27 વર્ષની થઈ અભિનેત્રી ઉર્વશી રૌતેલા
27 વર્ષની થઈ અભિનેત્રી ઉર્વશી રૌતેલા

By

Published : Feb 25, 2021, 11:11 AM IST

  • ગુરુવારે અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો જન્મદિવસ
  • ઉર્વશી વિશ્વની ટોપ 10 સેક્સી સુપરમોડલ્સ-2021 ની યાદીમાં સામેલ
  • ઉર્વશીએ મિસ એશિયન સુપરમોડેલનું વર્ષ 2011માં બિરુદ મેળવ્યું હતું

દહેરાદૂન: આજે અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો જન્મદિવસ છે. તે 27 વર્ષની થઈ ગઈ છે. ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી ઉર્વશીની ગણતરી બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. તે ઘણીવાર તેની સુંદરતા અને બોલ્ડ સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા વર્ષોમાં જ ઉર્વશીએ ગોડફાધર વિના બોલિવૂડમાં પોતાનું નામ કમાવ્યું છે.

અભિનેત્રીએ 'સિંહ સાહબ ધ ગ્રેટ' થી કરિયરની શરૂઆત કરી

ઉર્વશી રૌતેલાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત એક્શન-રોમાંસ આધારિત ફિલ્મ 'સિંહ સાહબ ધ ગ્રેટ' થી કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી, અભિનેત્રી રેપર હની સિંહ વિડિઓ આલ્બમ 'લવ ડોઝ' માં જોવા મળી હતી. ઉર્વશી સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2020માં ઉર્વશી રૌતેલાની ફિલ્મ વર્જિલ ભાનુપ્રિયા રીલિઝ થઈ હતી.

ઉર્વશીએ અનેક ખિતાબો મેળવ્યા

તાજેતરમાં જ ઉર્વશીને વિશ્વની ટોપ 10 સેક્સી સુપરમોડલ્સ-2021 ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ થનારી તે પ્રથમ એશિયન મહિલા પણ છે. આ પહેલા ઉર્વશી રૌતેલાને માત્ર 17 વર્ષની વયે મિસ યુનિવર્સ ભારતનો તાજ મળ્યો હતો. ત્યારબાદ 2011માં તેને મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો. વર્ષ 2011માં, અભિનેત્રીએ મિસ એશિયન સુપરમોડેલનું બિરુદ પણ મેળવ્યું હતું. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details