મુંબઇઃ 'એવરેજ લૂક' હોવાના કારણે પોતાના અભિનયના સપનાને આગળ વધારવા માટે નિરાશ થવાથી કારકિર્દીના એક દાયકામાં તે દરેક દિગ્દર્શકની ચાહક કેવી રીતે મેળવ્યો, અહીં પોતાનો વારસો બનાવવાની દિશામાં આગળ વધનારા અભિનેતાના ઉદયની ઝલક અહીં છે.
બૉલિવૂડ એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી જગ જાહેર છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવે છે. રિયલ લાઇફમાં પણ રણવીર આજે પણ દીપિકાને ઇમ્પ્રેસ કરવાનો કોઇ ચાન્સ છોડતા નથી. બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં હતાં. જ્યારે બંને પોતાના કરિયરના ટોપ પર હતા ત્યારે ઇટલીના લેક કોમોમાં ગ્રેન્ડ વેડિંગ કરી હતી. જો કે, તેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થયા હતા.
પોતાની લવ લાઇફ વિશે વાત કરતા રણવીર જણાવે છે કે, દીપિકાને ઇમ્પ્રેસ કરવામાં ખૂબ જ મહેનત થઇ હતી. લગ્ન પહેલા પણ હું દીપિકા પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતો ન હતો. તેની કેયર કરતો હતો. રણવીરે જણાવ્યું કે, દીપિકાને મળ્યાના છ મહીના બાદ મેં દીપિકા લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. દીપિકા માટે બધા જ પ્રયાસો કરતો હતો. દીપિકાને ફુલ ખૂબ જ પસંદ છે એટલે તે શૂટિંગ વખતે સેટ પર ફુલ લઇને જતો હતો.