ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"કોલાવરી ડી" ફેમ એક્ટર ધનુષનો આજે જન્મદિવસ, જાણો ધનુષની જાણી અજાણી વાતો

મુબંઈ: સુપરસ્ટાર ધનુષને સાઉથના મોંઘા તથા મોટા અભિનેતાઓમાં ગણવામાં આવે છે. તેણે ફક્ત સાઉથ ઇન્ડસ્ટ્રીને જ હિટ ફિલ્મ નથી આપી, પરતું બોલીવુડમાં પણ કેટલીક હીટ ફિલ્મ કરી ચુક્યો છે. તેણે "રાંઝણા"જેવી બોક્સ આફિસ હીટ ફિલ્મો કરી છે. શું તમે જાણે છો કે ધનુષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતો આવવા માંગતો. આજે તેનો જન્મદિવસ છે, તેનો જન્મ દિવસ 28 જુલાઇ 1983ના રોજ થયો હતો.

સૌજન્ય ફોટો ઇન્સ્ટ્રાગ્રામ

By

Published : Jul 28, 2019, 9:43 AM IST

ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા છે. તેના પિતા કસ્તૂરી રાજા તથા ભાઈના કહેવા પર તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. ધનુષની પ્રથમ ફિલ્મનું નિર્દેશન તેમના પિતાઅ કર્યું હતું.જે ફિલ્મનું નામ થુલ્લુવાધો ઈલામાઈ હતું. આ ફિલ્મ બોક્સ આફિસ પર કંઈ ખાસ ન કરી શકી. જે પછી ધનુષના ભાઈએ તેને લઈ એક અન્ય ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

સૌજન્ય ફોટો ઇન્સ્ટ્રાગ્રામ

ધનુષએ " વાય દિસ કોલાવરી ડી " ગીત પણ ગાયું હતું. વર્ષ 2011માં આ ગીત રીલીઝ થયું હતું. ફિલ્મ આદુકલમ માટે ધનુષને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 28 જુલાઈ, 1983ના દિવસે જન્મેલો ધનુષ આમ પહેલી નજરે ગામના કોઈ સામાન્ય છોકરા જેવો જ લાગે છે, પણ તેની એક્ટિંગની તાકાતે તેને 2011માં બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ જીતાડી આપ્યો હતો. તેનું ગીત ‘કોલાવરી ડી’ આખી દુનિયામાં ચાર્ટ બસ્ટર સાબિત થયું હતું.

ધનુષના સસરા રજનીકાંતની ગણતરી સાઉથના ટોચના એક્ટર તરીકે થાય છે. ધનુષ પણ એક્ટિંગના દમે સફળતાના શિખરો સર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details