ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રૈંડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ - બિગ બોસ 15

બિગ બોસ 15નો (Bigg Boss 15) ગ્રૈંડ ફિનાલે (Bigg Boss 15 grand finale Date) હવે નજીક આવી રહ્યો છે. શોના ફિનાલે એપિસોડને ખાસ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શોમાં ફરી એકવાર સિડનાઝની જોડીની ઝલક જોવા મળશે. ખરેખર, આ વખતે શોમાં બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ
Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ

By

Published : Jan 26, 2022, 4:22 PM IST

ન્યૂઝ ડેસ્ક:બિગ બોસ 15નો (Bigg Boss 15) ગ્રૈંડ ફિનાલે (Bigg Boss 15 grand finale Date) હવે નજીક છે, ત્યારે શોના ફિનાલે એપિસોડને ખાસ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શોમાં ફરી એકવાર સિડનાઝની જોડીની ઝલક જોવા મળશે. આ વખતે શોમાં બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

સિદ્ધાર્થ શુક્લાએ ચાહકોના દિલ પર કબજો મેળવ્યો હતો

બિગ બોસ 13 જીતીને સિદ્ધાર્થ શુક્લાએ ચાહકોના દિલ પર કબજો મેળવ્યો હતો. આજે સિદ્ધાર્થ આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો એટલી બધી છે કે ચાહકો તેની યાદોને યાદ કરીને ભાવુક થઈ જાય છે. સલમાન ખાનના શો બિગ બોસ 15માં ફરી એકવાર સિદ્ધાર્થની ઝલક દેખાશે. શોના ફિનાલેમાં, સિધ્ધની ખાસ મિત્ર શહેનાઝ ગિલ તેને પ્રેમભરી સલામ આપવા પહોંચશે. કલર્સ દ્વારા શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને ફેન્સ ભાવુક થઈ રહ્યા છે.

બિગ બોસ 15ના ગ્રૈંડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને કરાશે યાદ

બિગ બોસ 15નો ગ્રૈંડ ફિનાલે હવે નજીક છે, ત્યારે શોમાં ફરી એકવાર સિડનાઝની જોડીની ઝલક જોવા મળશે. સપ્ટેમ્બર 2021માં સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો હતો, ત્યારે બિગ બોસ પોતાના અસલી હીરોને યાદ કરશે. આ અવસર પર સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ પણ હાજરી આપશે.

આ પણ વાંચો:Republic Day 2022: સચિન તેંડુલકરે પાઠવી ગણતંત્ર દિવસની ફેન્સને શુભેરછા

સિડનાઝની સોનેરી ક્ષણોની વધુ એકવાર ઝલક મળશે જોવા

કલર્સે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોનો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ પ્રોમો વીડિયોમાં સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક વિઝ્યુઅલ દર્શાવામાં આવ્યા છે, જે બિગ બોસના ઘરમાં તેણે વિતાવેલી સોનેરી પળોને યાદ કરાવે છે.

ગ્રૈંડ ફિનાલે સિડનાઝ સાથે

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'જ્યારે શહનાઝ ગિલ આવશે ત્યારે ગ્રૈંડ ફિનાલે વધુ ખાસ બનશે. બિગ બોસ 15નો ગ્રૈંડ ફિનાલે 29 અને 30 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે જોવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો:Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ

ચાહકો થઈ રહ્યા છે ભાવુક

વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. ચાહકો બિગ બોસ 13ના તે દિવસોને યાદ કરી રહ્યા છે, જ્યારે બન્ને એકસાથે લોકોનું મનોરંજન કરતા હતા. ચાહકો પણ શહનાઝના ઉદાસ ચહેરાને ભૂલી શકતા નથી, જે તેઓએ સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં જોયો હતો.

ABOUT THE AUTHOR

...view details