ગુજરાત

gujarat

ETV Bharat / sitara

1 લાખ રોજિંદા મજૂરોની મદદ માટે આગળ આવ્યા બિગ બી, માસિક રાશન આપવાનો કર્યો સંકલ્પ

બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાઇરસની મહામારી વચ્ચે ઑલ ઇન્ડિયા ફિલ્મ એંપ્લાઇઝ કન્ફેડરેશન સાથે જોડાઇને એક લાખ રોજિંદા મજૂરોના પરિવારની મદદ માટે માસિક રાશન આપવાનો સંકલ્પ કર્યો છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPN) અને કલ્યાણ જ્વેલર્સે અમિતાભની આ પહેલનું સમર્થન કર્યું હતું.

Etv BHarat, Gujarati News, Amitabh Bachchan News, Covid 19
Amitabh Bachchan

By

Published : Apr 6, 2020, 12:38 PM IST

મુંબઇઃ સમગ્ર દેશ કોરોના વાઇરસના નામની મુસિબતથી જજૂમી રહ્યો છે. કોરોનાના વધતા જતાં ભયને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ લૉકડાઉનને લીધે દરરોજ મજૂરી કરતા ઘરમાં ચુલો જલાવનારા માટે મોટી મુસિબત છે. આવા સમયમાં તેની મદદ માટે સરકારની સાથે સાથે કેટલાય બૉલિવૂડ સેલિબ્રિટિઝે પણ મદદ કરવાનો હાથ વધાર્યો છે. હાલમાં જ મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેની મદદ માટે આવ્યા છે. તેમણે 1 લાખ રોજિંદા મજૂરોની મદદની જાહેરાત કરી છે.

સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સે અમિતાભની આ પહેલનું સમર્થન કર્યું છે. સોની પિક્ચર્સ નેટવર્કે રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, 'જે અભુતપૂર્વ સ્થિતિમાં આપણે છીએે, તેમાં અમિતાભ બચ્ચન દ્વારા શરૂ કરેલી પહેલ 'વી આર વન'નો સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સે સમર્થન કર્યું છે. તે દ્વારા દેશભરમાં એક લાખ પરિવારોને માસિક રાશન માટે વિત્તપોષણ આપવામાં આવશે. '

જો કે, સ્પષ્ટ છે નહીં કે, આ રોજિંદા મજૂરોને દાનદાતા ક્યારે માસિક રાશન આપશે.

સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને CEO એન.પી સિંહે કહ્યું કે, પોતાની સીએસઆરની પહેલ હેઠળ એસપીએને અમિતાભ બચ્ચનની સાથે મળીને ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગના રોજિંદા મજૂરોના પરિવારની મદદ કરવાની પહેલ છે.

તેમણે કહ્યું કે, 'એસપીએનનું સમર્થન ઓછામાં ઓછા 50 હજા શ્રમિકો અને તેના પરિવાર માટે એક મહીનાનું રાશન સુનિશ્ચિત કરશે.'

વધુમાં જણાવીએ તો બિગ બીએ પોતાના ટ્વીટર પર સોની ટીવીનો એખ વીડિયો રીટ્વીટ કરતા લખ્યું કે, 'આપણે એક પરિવાર છીએ, પરંતુ આ અમારો પ્રયત્ન છે એક મોટા અને સારા પરિવાર માટે...'

અમિતાભે આ વીડિયોમાં કહ્યું કે, આ એક અદ્ભુત, અકલ્પનીય અને અસાધારણ પ્રયત્ન છે, જે ના પહેલા ક્યારેય જોયો હશે અને ના તો ક્યારેય થયો હશે. એક સંકલ્પ છે, તમારા માટે, આપણા બધા માટે...

મહત્વનું છે કે, કોરોના વાઇરસના ભયને ધ્યાને રાખીને અમિતાભ સતત લોકોને સતર્ક કરતા આવ્યા છે. તેમણે છેલ્લા અમુક સમયથી સોશિયલ મીડિયા પર કોરોનાથી જોડાયેલા ટ્વીટ્સ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details