ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સરોજ ખાને બોલિવૂડને તેમના નૃત્ય દ્વારા આકર્ષક ગતિ, લાવણ્ય અને રિધમ આપ્યા: અમિતાભ બચ્ચન

બોલિવૂડના લોકપ્રિય 'માસ્ટરજી' સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટના લીધે શુક્રવારે નિધન થતાં સમગ્ર બોલીવૂડમાં શોકનો માહોલ છે. અનેક સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એવામાં મહાનાયક અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી.

સરોજ ખાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને તેમના નૃત્ય દ્વારા આકર્ષક ગતિ, લાવણ્ય અને રિધમ આપ્યા: અમિતાભ બચ્ચન
સરોજ ખાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને તેમના નૃત્ય દ્વારા આકર્ષક ગતિ, લાવણ્ય અને રિધમ આપ્યા: અમિતાભ બચ્ચન

By

Published : Jul 3, 2020, 9:54 PM IST

મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચન 'માસ્ટર જી' સરોજ ખાનના નિધનથી વ્યથિત છે. તેમણે તેમના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર તેમનો અને સરોજ ખાનનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરી તેમની સાથેની યાદો વાગોળી હતી.

આ ફોટોમાં સરોજ ખાન અમિતાભને પ્રેમથી ભેટી રહ્યા છે. અમિતાભે કેપશનમાં લખ્યું છે, "તમને આરામ મળે.. હું પ્રાર્થના કરું છું કે તમને આરામ મળે..

"તેઓ એ સમયના સૌથી મોટા નૃત્ય નિર્દેશકના જુવાન, સ્ફૂર્તિવાન આસિસ્ટન્ટ હતા.. તે વખતે ફિલ્મ 'બંધે હાથ ' ની શરૂઆત જ થઈ હતી. નિર્દેશક હતા ઓ પી રાલ્હાન. મુમતાઝની ચમક અને સરોજ ખાન જેવી નવી કલાકાર...તેઓ તો સ્ટાર હતી.. અને હું કંઈ જ ન હતો..."

"અનેક ડાંસર ની ભીડમાં તે કોમળતાથી આગળ વધતા, વર્ષોના વર્ષો તે નૃત્યમાં મહારથ હાંસલ કરતા ગયા અને નૃત્ય નિર્દેશક બની ગયા.. તેમના નૃત્ય દરેક કલાકારો સાથે લોકપ્રિય બનતા ગયા...

જ્યારે કોઈ કલાકાર સારો શોટ આપતો ત્યારે તે શુકન તરીકે એક રૂપિયાનો સિક્કો તેને આપતા.. કેટલાય વર્ષો બાદ એક વાર હું પણ તે સિક્કો મેળવવાનો હકદાર બન્યો હતો.. મારી માટે તે ખૂબ મોટી સફળતા હતી.."

"સરોજજી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગીતોને પોતાની આગવી શૈલી, લય વડે કંડારતા, કેવીરીતે એક ગીતના બોલને નૃત્ય દ્વારા અર્થ આપવામાં આવે છે તે તેમણે શીખવ્યું.

મારી ફિલ્મ 'ડોન' રિલીઝ થઈ એ વખતે તેઓ દુબઈ હતા. તેમણે મારી ફિલ્મને જોઈ અભિનંદન આપ્યા અને મને કહ્યું, "તારું ગીત ખાઈ કે પાન બનારસવાલા ના સ્ટેપની હું ઘરે પ્રેક્ટિસ કરું છું. તારા ગીત પર ડાન્સ કરવો એ હું એન્જોય કરુ છુ."

એક યુગનો અંત થઇ ગયો. ". અમિતાભે જણાવ્યું.

ABOUT THE AUTHOR

...view details