મુંબઇઃ બૉલિવૂડના ફેમસ કલાકાર ઋષિ કપૂરે 30 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. જેનાથી તેના ફેન્સ અને પરિવાર સદમામાં છે. સમગ્ર દેશમાં આ સમાચારથી શોકનો માહોલ છવાયો છે.
એવામાં અમિતાભ બચ્ચને ઋષિજીને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આંસુ ભરેલી આંખોથી તેમની સાથે વિતાવેલી પળોને યાદ કરતા જોવા મળ્યા હતા.
બિગ બી વીડિયોમાં ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. તેમના અવાજમાં ઋષિના જવાના દુઃખને જાણી શકાય છે. તો એ પ્રયાસ પણ જોઇ શકાય કે, ક્યાંક કેમેરાની સામે તેમની આંખોમાંથી આસુ ન છલકાય જાય. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ઋષિના આરકે સ્ટૂડિયોવાળા દિવસોને યાદ કરતાં કહે છે કે, તેમણે ઋષિ કપૂરને ચેમ્બૂરમાં એક ઉર્જાવાન, ચંચળ અને યુવાન રુપમાં જોયા હતા.
બિગ બી આગળ જણાવે છે કે, જ્યારે મને રાજ જી (રાજ કપૂર)ના ઘરે આમંત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે મોટા ભાગે આર કે સ્ટૂડિયોમાં મળતા હતા. જ્યાં તે બૉબીની તૈયારી કરી રહ્યા હતા. આરકે સ્ટૂડિયોના ફર્સ્ટ ફ્લોરના કૉરિડોરના અંતમાં સ્થિત રાજજી ના મેકઅપ રુમમાં તે રિહર્સલ કરતા હતા. અમિતાભ યાદ કરતા કહે છે કે, ઋષિ કપૂરનો આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી ભરેલી ચાલ જોઇને તેમને તેના દાદાજી પૃથ્વીરાજ કપૂરની યાદ આવી જતી હતી.