ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"શુભ મંગલ જ્યાદા સાવધાન"માં ભૂમિ પેડનેકર મહેમાન કલાકાર તરીકે જોવા મળશે - અભિનેત્રી ભૂમિ પેડનેકર

મુંબઇ : અભિનેત્રી ભૂમિ પેડનેકર એક વખત ફરી આગામી ફિલ્મ "શુભ મંગલ જ્યાદા સાવધાન"માં અભિનેતા આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ગેસ્ટ અપિઅરન્સમાં જોવા મળશે. ભૂમિનો ફિલ્મનો લુક સામે આવ્યો છે.

"શુભ મંગલ જ્યાદા સાવધાન"માં સ્પેશલ અપિઅરન્સ આપશે ભૂમિ પેડનેકર
"શુભ મંગલ જ્યાદા સાવધાન"માં સ્પેશલ અપિઅરન્સ આપશે ભૂમિ પેડનેકર

By

Published : Jan 3, 2020, 2:54 PM IST

‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં આયુષ્માન હોમોસેક્સ્યુઅલના કેરેક્ટરમાં છે. ‘શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન અને ભૂમિ લીડ રોલમાં હતા. માટે પ્રોડ્યૂસર આનંદ રાયે કહ્યું કે ભૂમિ વગર આ ફ્રેન્ચાઇઝી અધૂરી છે અને તેને સેકન્ડ ફિલ્મમાં પણ કાસ્ટ કરવામાં આવી. અગાઉ આયુષ્માન અને ભૂમિએ ‘દમ લગા કે હૈઇશા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બાલા’માં સાથે કામ કર્યું છે.

નિર્માતા ભૂષણ કુમારે કહ્યું કે,અમને ખુશી છે કે ભૂમિ સ્પેશલ ગેસ્ટ તરીકે બીજી ફિલ્મમાં સામેલ છે. ભૂમિ સાથે સ્ટોરી લાઇનમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે, ભૂમિ ખુબ સારે અભિનેત્રી છે.અમને ખુશી છે કે તે આ ફિલ્મનો ભાગ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં ‘બધાઈ હો’ ફેમ એક્ટર્સ ગજરાજ રાવ ‘શંકર ત્રિપાઠી’ના રોલમાં અને તેમની પત્ની ‘સુનૈના ત્રિપાઠી’ના રોલમાં નીના ગુપ્તા છે. પરિવારની થનારી દુલ્હન ‘કુસુમ’ના રોલમાં પંખુડી અવસ્થી છે.

ફિલ્મમાં પરિવારના સુપુત્ર ‘અમન ત્રિપાઠી’ના રોલમાં જીતેન્દ્ર કુમાર છે. જીતેન્દ્ર કુમાર ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણો ફેમસ છે. આયુષ્માન ફિલ્મમાં ‘કાર્તિક સિંહ’ના રોલમાં છે. પરિવારમાં કાકા ‘ચમન ત્રિપાઠી’ના રોલમાં મનુરિશી ચઢા અને તેમની પત્ની ‘ચંપા ત્રિપાઠી’ના રોલમાં સુનિતા રાજવાર છે. ફિલ્મમાં માનવી ગગરૂ ‘કોમલ ત્રિપાઠી ઉર્ફે ગૂગલ ત્રિપાઠી’ના રોલમાં છે. નીરજ સિંહ ‘કેશવ’ના રોલમાં છે. અમન ત્રિપાઠી અને કાર્તિક સિંહને ગે તરીકે બતાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details