ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભૂમિ પેડનેકરે તેના સ્વર્ગીય પિતાને કર્યા યાદ, શેર કરી ભાવુક પોસ્ટ - ભૂમિ પેડનેકરે સ્વર્ગીય પિતાને કર્યા યાદ

ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પર તેમના સ્વર્ગીય પિતા સતિષ પેડનેકરના જન્મદિવસની યાદમાં એક લાંબી અને ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં યાદગાર ફોટા શેર કરીને અભિનેત્રીએ તેના પિતા પ્રત્યેનો પ્રેમ બતાવ્યો હતો.

bhumi pednekar
bhumi pednekar

By

Published : May 19, 2020, 5:26 PM IST

મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડનેકરે મંગળવારે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને તેના પિતાના જન્મદિવસની યાદોને શેર કરી અને તેના પિતાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા.

અભિનેત્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે જે તેના પિતાની યાદો છે અને જણાવ્યું કે તેમને આખો સમય કેટલી યાદ કરે છે.

તેણે પોતાની પોસ્ટમાં શરૂઆતમાં લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છા પપ્પા તમારી દરરોજ, દર મિનિટે અને દર સેકંડે યાદ આવે છે ... પણ પછી, હું તમને દરેક જગ્યા પર મેળવું છું ... જ્યારે હું મારી જાતને જોઉં છું, ત્યારે મારી આંખ તમારા જેવી છે .... જ્યારે સામૂ હસે છે, ત્યારે તેણીનું સ્મિત પણ એટલું જ શરારતી છે. જ્યારે અમે મમ્મીને હેરાન કરએ છીએ, ત્યારે મમ્મી કહે છે તમે બંને સતીષ જેવા છો. જ્યારે અમે કંઇક સારું કરીએ છીએ, ત્યારે તે કહે છે - તમે બંને સતીષ જેવા છો.

ભૂમિએ આગળ જણાવ્યું કે માત્ર એટલું જ નહીં, પરંતુ કુટુંબના દરેક લોકો તેમના પિતાની આદતોને યાદ કરે છે.

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કેટલાક જૂના કિસ્સાઓ સંભળાવ્યા હતા. ભૂમિએ પોસ્ટ પૂર્ણ કરતાં કહ્યું લખ્યું, 'હું તમને વધુ યાદ કરું છું. # સતિષમોતીરામપડનેકર # હેપ્પીબર્થડેપાપા #મિસયુ. '

ABOUT THE AUTHOR

...view details