ભણસાલી પ્રોડક્શને ફિલ્મના શૂટીંગ શરૂ થવાની જાહેરાત સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, નવા વર્ષે તેમને મળવા આવશે # ગંગૂબાઈ કાઠિયાવાડી 11 સપ્ટેમ્બર 2020ના રોજ સિનેમાઘરોમાં. @aliabhatt # संजय लीला भंसाली @prerna_singh16 @jayantilalgadaofficial @penmovies.'
આ પ્રોજેક્ટ ભણસાલી પ્રોડક્શને જયંતીલાલ ગડા પેન ઈન્ડિયા લિમિટેડની સાથે કોલોબોરેશન કર્યો હતો. ફિલ્મ હુસેન જૈદીની પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. ફિલ્મની કાહણી ગંગૂબાઈની આસપાસ ફરે છે. જે વૈશ્યાલયની માલિક છે અને માતૃસત્તા સમર્થક મહિલા છે.