ગુજરાત

gujarat

By

Published : Aug 1, 2021, 2:32 PM IST

ETV Bharat / sitara

અભિનેત્રી ભાગ્યશ્રીએ પીળી સાડીમાં કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

બોલીવુડની ફેમસ અભિનેત્રી ભાગ્યશ્રી ( Bhagyashree ) સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ભાગ્યશ્રી પોતાના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો સતત શેર કરતી રહે છે. તેના ફેન્સને તે ખૂબ પસંદ પડે છે. કેટલાક દિવસો પહેલા તેના ઘોડેસ્વારી કરતાં કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતાં.

ભાગ્યશ્રીએ પીળી સાડીમાં કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ
ભાગ્યશ્રીએ પીળી સાડીમાં કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

  • ભાગ્યશ્રીએ શેર કર્યો ડાન્સ વીડિયો
  • Lakeeran સોંગ પર ડાન્સ કરતી જોવા મળી
  • સાદગીભર્યો અંદાજ તેના ફેન્સને આવ્યો ખૂબ પસંદ

ન્યૂઝ ડેસ્ક:‘મેને પ્યાર કિયા' અભિનેત્રી ભાગ્યશ્રીએ ( Bhagyashree ) એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે Lakeeran સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ભાગ્યશ્રીએ આ ડાન્સ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ભાગ્યશ્રીએ પીળી સાડી પહેરી છે. અને આ વીડિયોમાં તેનો સાદગીભર્યો અંદાજ તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.

કંગનાની સાથે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે ભાગ્યશ્રી

અભિનેત્રી ભાગ્યશ્રી ( Bhagyashree ) ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સલમાનખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને જબરદસ્ત લોકપ્રિયાતા મળી હતી. આ ભાગ્યશ્રી લગ્ન પછી ફિલ્મોથી દૂર જતી રહી હતી. જો કે હમણાં તે ટીવી અને વેબ સીરીઝમાં જોવા મળી રહી છે. સાથે તે કંગના રણૌતની સાથે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details