ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હવે બદલાઃ અમિતાભ-તાપસીની આ 3 ફિલ્મનો રેકોર્ડ

હૈદરાબાદઃ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ 'બદલા' આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર રીલિઝ થવા જઈ રહી છે. અમિતાભ અને તાપસીની જોડીને ફિલ્મ 'પિંક'માં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ બન્ને સ્ટાર્સની ફિલ્મો બૉક્સ ઑફિસ પર સારુ પ્રદર્શન કરવામાં સફળ થઈ છે. દર્શકોને 'બદલા' ફિલ્મથી ઘણી ઉમ્મિદ છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 7, 2019, 1:22 PM IST

અમિતાભ બચ્ચન આ અગાઉ આમિર ખાન અને કેટરિના કૈફની સાથે આવેલ ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન'માં જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પોતાનો કમાલ ન બતાવી શકી. ફિલ્મમાં આમિર, અમિતાભ અને કેટરિના અને યશરાજ પ્રોડક્શન્સની કારણે આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડથી વધારે બિઝનેસ કરી લીધો, પરંતુ ખરાબ માઉથ પબ્લિસિટીને કારણે ફિલ્મ બીજા અઠવાડિયામાં કમાલ ન બતાવી શકી.

આ બૉલિવૂડ માટે પણ મોટો આઘાત હતો કે, આમિર ખાનની ફિલ્મનો રેકોર્ડ તોડ કમાણી માટે જણવામાં આવે છે. આ સિવાય ઋષિ કપૂર સાથે આવેલ ફિલ્મ 102 નૉટ આઉટે ભારતમાં જ નહીં, પરંતુ ચીનમાં પણ સારી કમાણી કરી હતી. આ શાનદાર કૉમેડી ફિલ્મમાં અમિતાભ, ઋષિ કપૂરના પિતાના અભિનયમાં જોવા મળ્યા હતા. અમિતાભ-ઋષિ કપૂરની આ ફિલ્મ સુપરહીટ થઈ હતી.

તાપસી પન્નુએ ઘણા સમયથી પોતાની પડકારરૂપ અભિનયના કારણે પોતાનો એક અલગ ફેન ઝોન બનાવ્યો છે. તેમની ફિલ્મ મનમર્જિયાંમાં તે વિકી કૌશલ અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. આ ફિલ્મના સંગીતને ઘણુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની સાથે જ અભિષેક બચ્ચને પણ કમબ્રેક કર્યું હતું. ફિલ્મને બૉક્સ ઑફિસ પર સામાન્ય પ્રતિક્રિયા મળી હતી.

આ અગાઉ આવેલ તાપસીની ‘મુલ્ક’ એક રાજકીય સોશિયલ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મમાં તાપસી એક વકીલના અભિનયમાં જોવા મળી અને તેના અભિનયને ખૂબ સારી પ્રશંસા મળી હતી. આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. હાલના સમયમાં આ ફિલ્મની કહાની પ્રાસંગિકતાને કારણે ફિલ્મને ખૂબ ચર્ચામાં પણ મળી હતી. આ સિવાય તાપસીએ દિલજીક દોસાંઝ સાથે ફિલ્મ સૂરમામાં સારુ કામ કર્યુ છે. આ એક હૉકી ખેલાડીની પસર્નલ લાઈફ પર બનાવવામાં આવી હતી અને બૉક્સ ઑફિસ પર સરેરાશ બિઝનેસ કર્યો હતો.

અંત્રે ઉલ્લેખનય છે કે, અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની શુકવારે રિલિઝ થનાર ફિલ્મ 'બદલા' દર્શકને કેટલી પસંદ આવે છે અને અમિતાભ બચ્ચન ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન અને તાપસી મનમર્જિયાંનો બદલો લઈ શકશે, તે ફિલ્મ રિલિઝ થયા બાદ જ જાણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details