ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની રહી છે આયુષ્માનની ફિલ્મોની રિમેક - Bollywood news

અભિનેતા આયુષ્માન ખુરાનાએ વધુ સારા કન્ટેન્ટ આધારીત ફિલ્મોને કારણે પોતાની એક અલગ છબિ બનાવી છે અને તે ખૂબ જ ખુશ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ તેમની ફિલ્મની રિમેક બનાવવામાં આવી રહી છે.

Ayushmann khurrana , Etv Bharat
Ayushmann khurrana

By

Published : May 25, 2020, 5:20 PM IST

મુંબઈઃ અભિનેતા આયુષ્માન ખુરાનાએ વધુ સારા કન્ટેન્ટ આધારીત ફિલ્મોને કારણે પોતાની એક અલગ છબિ બનાવી છે અને તે ખૂબ જ ખુશ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ તેમની ફિલ્મની રિમેક બનાવવામાં આવી રહી છે.

ખુરાનાનું કહેવું છે કે, ફિલ્મોમાં ભાષા, સંસ્કૃતિ અને સીમાઓને ઓળંગવાની ક્ષમતા હોય છે. તેની અત્યાર સુધીની પાંચ સુપરહિટ ફિલ્મોની રિમેક સાઉથમાં બનાવવામાં આવે છે. જેમાં 'અંધાધુન' તેલુગુ અને તમિલમાં, 'ડ્રીમ ગર્લ' તેલુગુમાં, 'વિકી ડોનર' તમિલમાં બનાવવામાં આવી છે. આ સિવાય તમિલમાં 'આર્ટિકલ 15' અને તેલુગુમાં 'બધાઇ હો' બનાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ અંગે આયુષ્માન જણાવે છે કે, " મને આ વાતનો ઘણો આણંદ અને ખુશી છે કે મારી મોટા ભાગની ફિલ્મોની રિમેક બનાવવામાં આવી રહી છે. હું હંમેશાં માનું છું કે સિનેમાની વાસ્તવિક કસોટી એ છે કે, તે કેટલી સાર્વત્રિક છે કારણ કે અમે જોયું છે કે ફિલ્મોમાં ભાષા, સંસ્કૃતિ અને સીમાઓને ઓળંગવાની ક્ષમતા હોય છે. "

તેમણે વધુમાં ઉમેર્યુ કે,"મારી ફિલ્મોની રિમેક બની રહી છે તે જાણીને મને આનંદ થયો અને તેનાથી ફિલ્મોની કહાનીને લઈ મારો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે કે મારે એવી સ્ક્રિપ્ટ પર કામ કરવું જોઈએ જે પોતાની એક છબી બનાવે અને સિનેમામાં લોકોને કઈંક નવું આપે છે."

ABOUT THE AUTHOR

...view details