મુંબઇ: આયુષ્માન ખુરાનાએ મંગળવારે તેની અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' નો ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.35 વર્ષીય અભિનેતાએ ઇંસ્ટાગ્રામ પર એક ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં દેશી ભાષાની સાથે વોઇસ ઓવર આપવામાં આવ્યો છે અને બે બકરા સ્ક્રીન પર ચાલતા નજરે પડે છે.
લોકડાઉનને કારણે આ દિવસોમાં સિનેમાહોલ બંધ પડ્યા છે, જેના કારણે ફિલ્મો સિનેમાઘરોની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ગુલાબો સિતાબો' પણ ડિજિટલી રિલીઝ થવાની છે. હાલ ફિલ્મનું એક રસપ્રદ ટીઝર રિલીઝ થયું છે. જેની સાથે 'ગુલાબો સિતાબો' ના ટ્રેલરની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ગુલાબો- સિતાબોનું ટીઝર રિલીઝ કર્યુ છે.
ગુલાબો સિતાબો 17 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉને આ ફિલ્મનો ખેલ બગાડી દીધો હતો. હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 12 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પણ જલદી રિલીઝ થશે. અમિતાભ બચ્ચનનો આ ફિલ્મથી લુક પહેલા સામે આવી ચુક્યો છે, જેમાં દર્શકોને આ ફિલ્મ માટે ઉત્સાહિત કરી રહ્યો છે. પ્રથમવાર ફિલ્મી પડદા પર અમિતાભની સાથે આયુષ્માનની જોડી જોવા મળશે.