મુંબઇ: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરનાએ તેની આગામી ફિલ્મ 'ગુલાબો સીતાબો'થી પ્રેરિત કોવિડ -19 મીમ પર પ્રતિક્રિયા આપી છે.
આ મીમ મુંબઈ પોલીસે શેર કરી છે. મુંબઈ પોલીસે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર ફિલ્મના એક સીનને ટ્વિટ કર્યું છે, જેમાં આયુષ્માન તેના સહ-અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં તેણે મરાઠીમાં લખ્યું છે, "ઘર આપકા, જમીન અપકી, લેકિન બહાર નિકલને કે લિયે પરમિશન હમારી હોગી. હો ભી આપકી સુરક્ષા કે લિયે."