ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આયુષ્માનની ફિલ્મ ‘આર્ટિકલ 15’ની આ દિવસે થશે રિલીઝ, જાણો... - Etv Bharat

નવી દિલ્હીઃ હાલમાં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મો ‘બધાઈ હો’ અને ‘અંધાધુન’થી દર્શકોનું દિલ જીતનાર અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એક વખત પોતાની ફિલ્મ ‘આર્ટિકસ 15’ની સાથે પોતાની શાનદાર એક્ટિંંગનો જાદુ ચલાવશે. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ ફાઈનલ કરી દીધી છે.

artical 15

By

Published : May 1, 2019, 10:11 AM IST

ફિલ્મ ‘આર્ટિકસ 15’ 28 જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં ઈશા તલવાર, એમ. નાસર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન અય્યુબ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આયુષ્માને ફિલ્મના એક સીનનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને જાણકારી આપી છે.

હાલમાં જ ફિલ્મનું શૂટિંગ પૂરૂ કરી 34 વર્ષીય આયુષ્માને આ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા આ ફિલ્મમાં ’ભારતીય સિનેમાની સૌથી વધુ સંબંધિત અને મહત્વપૂર્ણ ફિલ્મ’ કહી હતી.

આયુષ્માને સ્પર્મ ડોનરથી લઈને એક અંધ વ્યક્તિની ભૂમિકા નિભાવીને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ પહેચાન બનાવવામાં કામયાબી હાસિલ કરી છે. આ ફિલ્મમાં પ્રથમ વખત એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. અનુભવ સિન્હા આગામી ઈન્વેસ્ટિગેટિ ડ્રામા 'આર્ટિકલ 15'ને નિર્દેશિત કરી રહ્યા છે. અનુભવે છેલ્લી વખત સમીક્ષકો દ્વારા પ્રશંસિત ઋષિ કપૂર અને તાપસી પન્નૂની ફિલ્મ ‘મુલ્ક’નું નિર્દેશન કર્યુ હતું. આ પ્રથમ વખત છે, જ્યારે સિન્હા અને આયુષ્માન ખુરાના એક સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ બનારસ મીડિયા વર્ક્સ પર કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details