ટીઝરમાં આયુષ્માન દબંગ અવતારમાં સંવિધાન વિશે બતાવતો જોવા મળી રહ્યો છે. તે આપણને સંવિધાનની એવી વાતો કરતા જોવા મળે છે, જે આપણે શાળામાં ભણ્યા હતા. જેમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન તથા આમાથી કોઈ પણ આધાર પર રાજ્ય પોતાના કોઈ પણ નાગરિક સાથે કોઈ ભેદભાવ નહીં કરે.
ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયેલા દુષ્કર્મના કેસને બતાવવામાં આવ્યો છે. આ અપરાધ પર તે સમયે ઘણાં પશ્નો ઉઠ્યા હતા અને તે દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ટીઝરમાં આ દુષ્કર્મના કેસની ઝલક અને આ દરમિયાન ચાલી રહેલ કાર્યવાહીને બતાવવામાં આવી છે.
ટીઝર આવ્યા પહેલા આયુષ્માને પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યુ હતું. આ એક ક્લોઝઅપ ફોટો છે. જેમાં આયુષ્માન આખો પર ટિન્ટેન ચશ્મા પહેરેલા જોવા મળે છે. જો તમે ધ્યાનથી જોશો તો તેમના ચશ્મામાં એક તરફ વૃક્ષ પર ફાંસી પર લટકતી બે યુવતીઓ છે અને બીજી તરફ ગુસ્સામાં અવાજ ઉઠાવતા લોકો જોવા મળે છે. આ પોસ્ટર પર લખ્યું છે કે, 'ફર્ક બહુત કર લીયા, અબ ફર્ક લાએંગે' (ફર્ક ખૂબ કરી લીધો, હવે ફર્ક લાવીશું).
જણાવી દઈએ કે, 'આર્ટિકલ-15'માં આયુષ્માન સિવાય ઈશા તલવાર, સયાની ગુપ્તા, મનોજ પહવા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ ઝીશાન અયૂબ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને 'મુલ્ક'ના ડાયરેક્ટર અનુભવ સિન્હાએ નિર્દેશિત કરી છે. ફિલ્મ આ વર્ષની 28 જૂનના રિલીઝ થશે.