ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આયુષ્માન ખુરાનાનું આ વર્ષનું પર્ફોમન્સ છે ખાસ, ભારતીય સંસ્કૃતિને કહ્યું- ધન્યવાદ - filmfare award 2021

આયુષ્માન ખુરાનાએ ફિલ્મફેર એવોર્ડ 2021માં શાનદાર સ્ટેજ પર્ફોમન્સ દ્વારા ભારતની સમૃદ્ધિ, વારસો અને વિવિધતાને ધન્યવાદ કહ્યું હતું. આયુષ્માનના પર્ફોમન્સે સ્ટેજને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેમાં ભારતના તહેવારો પાછળની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવી હતી.

Ayushmann Khurrana
Ayushmann Khurrana

By

Published : Apr 12, 2021, 1:43 PM IST

Updated : Apr 12, 2021, 2:57 PM IST

  • ફિલ્મફેર એવોર્ડ 2021માં આયુષ્માને આપ્યું હતુ શાનદાર સ્ટેજ પર્ફોમન્સ
  • આયુષ્માને તેના પર્ફોમન્સની સોશિયલ મીડિયામાં ઝલક કરી શેર
  • આયુષ્માન બાળપણથી જ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે આકર્ષિત

હૈદરાબાદ: આયુષ્માન ખુરાના એ વાતથી ખુબ જ ખુશ છે કે, તેઓને એક શાનદાર સ્ટેજ પર પર્ફોમન્સ દ્વારા ભારતની સમૃદ્ધિ, વારસો અને વિવિધતાને ધન્યવાદ કહેવાની તક મળી. આયુષ્માનના પર્ફોમન્સે ફિલ્મફેર એવોર્ડ 2021ના સ્ટેજને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેમાં ભારતના તહેવારો પાછળની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવી હતી.

આયુષ્માન બાળપણથી જ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે આકર્ષિત

આયુષ્માનનું કહેવું છે કે, 'હું બાળપણથી જ ભારતની સંસ્કૃતિઓ તેમજ પરંપરાઓ પ્રત્યે આકર્ષિત થતો રહ્યો છું મારા માતા-પિતાએ મને શીખવ્યું છે કે, મારું ભારત કેટલું વૈવિધ્યસભર છે અને તેઓએ ભારતમાં હાજર વિવિધ સંસ્કૃતિઓને આદર આપવાનું શીખવ્યું હતું'

આ પણ વાંચો: દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં અભિનેતા આયુષ્માન ખુરાનાને મળ્યું સ્થાન

આયુષ્માને બોલીવુડ ગીતો પર આપ્યું ધમાકેદાર પર્ફોમન્સ

પર્ફોમન્સ દરમિયાન આયુષ્માને 'છોગાડા', 'જુમ્મે કી રાત', 'દેવા શ્રી ગણેશા' જેના બોલિવુડ ગીતો પર ડાન્સ કર્યો હતો. આ વર્સેટાઇલ સ્ટારે આગળ કહ્યું કે 'મારા પર્ફોમન્સ દ્વારા ભારતના તહેવારોનો આભાર માનવું મારા માટે ખૂબ જ સન્માનજનક હતું. આ સ્ટેજ એક્ટ મારા મનમાં એક યાદગાર બાબત બની ગઈ છે. '

'અનેક'માં આવશે નજર

આયુષ્માન આગામી ફિલ્મ 'અનેક'માં જોવા મળશે. આ ફિલ્મમાં આયુષ્માનના પાત્રનું નામ જોશુઆ રાખવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા આયુષ્માને ફિલ્મનો પોતાનો લૂક શેર કર્યો હતો જેમાં તે એક કારમાં બેઠેલો જોવા મળ્યો હતો અને તેની ભ્રમર અડધી કટ કરેલી હતી.

આ પણ વાંચો: આયુષ્માન અને રકુલ પ્રીતે 'ડોક્ટર જી'નું શૂટિંગ શરૂ કર્યુ

આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ 'ડોક્ટર જી' શૂટિંગ શરૂ

આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ 'ડોક્ટર જી' શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પહેલી વાર થશે જ્યારે આયુષ્માન અને રકુલ પ્રીત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે.

Last Updated : Apr 12, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details