મુંબઈ: અભિનેતા આયુષ્માન ખુરાના જે તેમના ઉચ્ચ અભિનયની સાથે સુંદર કવિતા માટે પણ જાણીતા છે. પરંતુ આ વખતે તેમની કવિતાના બદલે બનારસની કવિયિત્રી નીતિ પાંડેની ‘ઈસ દૌર કી કવિતા હે’ નામની કવિતા સંભળાવી જેના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થયા.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોની શરૂઆતમાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘મને લાગ્યું કે, હું દરરોજ કવિતા વાંચીશ તો કંટાળો આવશે. તેથી મેં વિચાર્યું કે, હું બનારસની કવિયિત્રી નીતિ પાંડેની કવિતા સંભળાવીશ. જે આજના સમયની કવિતા છે'.
આ પછી અભિનેતા કવિતા સંભળાવવાનું શરૂ કરે છે. જેના શબ્દો તેમણે કેપ્શનમાં પણ લખ્યા, જે કંઈક આવા હતા. અભિનેતા દ્વારા સંભળાવેલી કવિતાની છેલ્લી ચાર પંક્તિઓ લોકોને હિમ્મત અને સુકૂન આપનારી છે.
આ અગાઉ પણ અભિનેતાએ કવિતાઓ દ્વારા કોરોના વાઈરસ દરમિયાન સકારાત્મક દ્રષ્ટિકોણ આપ્યો હતો. માત્ર આયુષ્યમાન ખપરાના જ કવિતાઓથી લોકોને જાગૃતિ અથવા પ્રેરણા આપનારા નથી. આ સિવાય અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને વિકી કૌશલે પણ કવિતાઓ શેર કરી હતી અને લોકડાઉન દરમિયાન લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી.
કવિતાથી પ્રેરાઈને કેટલાક સેલેબ્સે રેપ પણ ગાયું હતું. જેમાં સુપરસ્ટાર કાર્તિક આર્યન અને વરૂણ ધવનનો પણ સમાવેશ થાય છે.