ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'આર્ટિકલ 15': આયુષ્યમાનને જાનથી મારી નાખવાની મળી ધમકી - Artical 15

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા-ગાયક આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ-15 આવતીકાલે (28 જૂન) રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની કહાની સમાજમાં દલિતોની વિરુદ્ધ થઈ રહેલા અત્યાતચારો અને ભેદભાવ પર આધારિત છે.

ફાઈલ ફોટો

By

Published : Jun 27, 2019, 11:20 AM IST

આયુષ્યમાન અને ફિલ્મના ડીરેક્ટર અનુભવ સિન્હાને ફિલ્મની રિલીઝ પહેલા ધમકીઓ મળી રહી છે. તદ્ઉપરાંત થિયેટરના માલિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ આ ફિલ્મને રિલીઝ કરશે તો, તેમના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો કરવામાં આવશે.

આયુષ્યમાન અને અનુભવને સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલામાં નિર્દેશક અને અભિનેતા આયુષ્યમાનનું કહેવું છે કે, આ ફિલ્મ કોઈ ખાસ જાતિને ટાર્ગેટ કરી રહી નથી. તમારે સેન્સર બોર્ડનું સન્માન કરવું જોઈએ અને ફિલ્મને જોયા બાદ જ કોઈ પણ પ્રતિક્રિયા આપવી જોઈએ.

આર્ટિકલ 15

આપને જણાવી દઈએ કે, આર્ટિકલ-15 ફિલ્મની પૂરી કહાની બદાયૂમાં થયેલા દુષ્કર્મ અને હત્યાથી પ્રેરિત છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ જ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ સમાજે આ ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો છે. વિરોધીઓના જણાવ્યા મુજબ, આરોપીને બ્રાહ્મણ તરીકે દર્શાવવામાં આવતો હોવાથી તેમની જાતિની ખોટી રજૂઆત થઈ રહી છે.

આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં, આયુષ્યમાન ખુરાનાની સાથે ઇશા તલવાર, એમ નસાર, મનોજ પહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ ઝીશાન આયુબ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details