ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના વિચારે છે કે, તમે મારી સાથે નથી તો તમે મારા દુશ્મન છોઃ અનુરાગ - સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ

અનુરાગ કશ્યપ અને કંગનાએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ છેડ્યું છે. દેવ ડી ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, તે કંગનાના ઇન્ટરવ્યુ બાબતે માફી માગવા તૈયાર છે પરંતુ તેનું વલણ હાલ સારૂ નથી.

Anurag and kangana twitter war
અનુરાગ અને કંગનાનું ટ્વીટર યુદ્ધ

By

Published : Jul 23, 2020, 4:44 PM IST

મુંબઇઃ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે કહ્યું કે, તેમણે અભિનેત્રી કંગના રનૌત સાથે સારી ફ્રેન્ડશિપ શેર કરી છે. પરંતુ હવે વાત ખૂબ આગળ વધી ગઇ છે. નિર્દેશકે એમ પણ કહ્યું કે, તેમણે સ્થિતિ સુધારવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ અભિનેત્રીનો કઇંક અલગ પ્લાન જોવા મળી રહ્યો છે.

અનુરાગે કહ્યું કે, કંગનાને એ વસ્તુથી દુખી થઇ કે, જ્યારે તેમને ખબર પડી ત્યારે ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, તેમણે તાપસી અને કંગનાની વાતનો અંત લાવવા માટે પ્રયત્ન કર્યો હતો. કારણ કે, તે બન્ને સારા મિત્રો હતા.

તેમણે કહ્યું કે, ‘તાપસી એક મિત્ર પણ છે અને મેં કહ્યું કે બે મિત્ર છે અને એકબીજા સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યા છે...મેં (કંગના)ને પૂછ્યું અને તેમણે બધી જ વાત સોશિયલ મીડિયા પર શેર કરી. હું તો માત્ર બન્નેની વાતનો અંત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.

અનુરાગે કહ્યું કે, કંગનાના ઇન્ટરવ્યુ માટેની વાતને લઇ માફી માગવા તૈયાર હતો પણ તે હાજર ન રહી.

તેમણે કહ્યું કે, ‘મેં કહ્યું કે તમને આ વાતથી દુખ છે તો હું એ વાતને લઇ માફી માગીશ. આવું એક મિત્ર કરી શકે, પરંતુ હાલ તે એવી સ્થિતિમાં છે કે કંગનાને લાગી રહ્યું છે કે, ”તમે મારી સાથે નથી તો તમે મારા દુશ્મન છો.”

કશ્યપને ‘મિનિ મહેશ ભટ્ટ’ કહેતા કંગનાની ડિજિટલે ટીમે એ પણ દાવો કર્યો કે, ‘ક્વિન’ ફિલ્મ કશ્યપના કરિયર માટે માત્ર એક હિટ છે.

કંગના અને અનુરાગે 2013ની હિટ ફિલ્મ ક્વિનમાં એક સાથે કામ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ વાયકૉમ 18 મોશન પિક્ચર્સ દ્વારા ફેન્ટમ ફિલ્મની સાથે કરવામાં આવ્યું હતું. જે અનુરાગ, વિક્રમાદિત્ય મોટવાને, મધુ મેન્ટેના અને વિકાસ બહલ દ્વારા ફિલ્મ નિર્માણ થયું.

ABOUT THE AUTHOR

...view details