ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોમ્બે વેલ્વેટને થયા 5 વર્ષ પુર્ણ, અનુરાગ કશ્યપે ફિલ્મના અનસીન પોસ્ટર કર્યા શેર - બોમ્બે વેલ્વેટ ફિલ્મ

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ તેની 2015 માં રજૂ થયેલી બોમ્બે વેલ્વેટનાં કેટલાક પાત્ર પોસ્ટરો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

Anurag Kashyap
Anurag Kashyap

By

Published : May 17, 2020, 8:48 AM IST

મુંબઇ: રેટ્રો ગેંગસ્ટર ડ્રામા બોમ્બે વેલ્વેટ રિલીઝને આજે પાંચ વર્ષ પૂરાં થતાં દિગ્દર્શક અનુરાગ કશ્યપે સોશ્યલ મીડિયા પર ફિલ્મના કેટલાક અનસીન કેરેટક્ટરના પોસ્ટરો શેર કર્યા છે.

47 વર્ષીય ફિલ્મ નિર્માતાએ ફિલ્મના વિશેષ દિવસ નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર બે જુદી જુદી પોસ્ટ શેર કરી છે.

અભિનેતા રણબીર કપૂર અને અનુષ્કા શર્માને દર્શાવતા, એક ઓફિશિયલ પોસ્ટર શેર કરતાં, કશ્યપે લખ્યું હતું કે, 2015 માં રજૂ થયેલી મૂવીએ પાંચ વર્ષ પૂરા કર્યા છે.

શેર કરેલા પોસ્ટરોમાં બંને મુખ્ય અભિનેતા છે, કેમેરા માટે પોઝ આપતાની સાથે રેટ્રો લૂક જોવા મળે છે.

નોંધનીય છે કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહોતી. છતાં આજે, દિગ્દર્શક તેની મૂવીના પાંચ વર્ષ પૂરા થતાંની યાદ અપાવે છે, ઘણા નેટીઝને યુ ટર્ન લીધા હતા અને ફિલ્મ વિષેશા દર્શાવી હતી.

પાત્રના પોસ્ટરોની સાથે, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ટિપ્પણી કરી: "મને ખબર નથી કે કોણ શું કહે છે, પરંતુ મને આ ફિલ્મ ખૂબ ગમી હતી."

તો એક અન્ય એક યૂઝરે લખ્યુ હતું કે, "હું વિશ્વાસ કરી શકતો નથી કે હું આ કહું છું પણ હું ફરીથી આ ફિલ્મ જોવા માંગુ છું. કાસ્ટ, સંગીત અને નાટક માટે,"

આમ, બોમ્બે વેલ્વેટ ફિલમના પાંચ વર્ષ પૂર્ણ કરવાની ખુશીમાં અનુરાગ કશ્યપે પોતાની લાગણી લોકો સાથે શેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details