ગુજરાત

gujarat

અનુરાગ કશ્યપે ક્વેન્ટિન ટેરેન્ટિનો સાથેની મુલાકાતની યાદો વાગોળી

અનુરાગ કશ્યપે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીર શેર કરતા જૂની યાદો વાગોળી હતી. આ તસવીરો 2010માં હોલીવુડ સ્ટાર નિર્દેશત ક્વેન્ટિન ટેરેન્ટિનો સાથે મુલાકાત કરી હતી તે સમયની છે.

By

Published : Jun 27, 2020, 10:52 PM IST

Published : Jun 27, 2020, 10:52 PM IST

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ

મુંબઈઃ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી જૂની યાદો વાગોળી હતી. જેમાં 2010માં ક્વેન્ટિન ટેરેન્ટિનો સાથે મુલાકાત કરવાની તક મળી હતી. અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર વેનિસ બિએન્નાલે દ્વારા આયોજીત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો શેર કરી હતી.

અનુરાગ કશ્યપે વિક્રમાદિત્ય મોટવાની, કલ્કિ કોચલિન, ગુલશન દેવૈયા અને ગુનીત મોંગા સહિત ઘણા ફિલ્મી સિતારા સાથેની તસવીરો શેર કરી છે. આ પોસ્ટ શેર કરતા અનુરાગે કેપ્શનમાં લખ્યું કે, ફિલ્મ ફેસ્ટિવનો સૌથી શ્રેષ્ટ સમય એ હતો, જ્યારે મારા જન્મ દિવસના રોજ ટેરેન્ટિનો સાથે મુલાકાત થઈ, અમે બધાએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. તેઓ તે વર્ષે જ્યુરીના હેડ હતા.

કશ્યપે તાજેતરમાં ફિલ્મ બોમ્બે વેલવેટની રણબીર કપૂરની એક તસવીર પણ શેર કરી હતી. જેમાં અનુરાગે કેપ્શનમાં લખ્યું કે, આ અભિનેતા મને ઓરિજિનલ શો-મેન રાજ કપૂરની યાદ અપાવે છે. કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર બોમ્બે વેલવેટ ફિલ્મની એક મોનોક્રોમ તસવીર શેર કરી હતી. જેમાં રણબીર અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે જોવા મળે છે, જેમને તેઓ યુવા ઈફ્તિખાર કહીને બોલાવે છે.

ABOUT THE AUTHOR

...view details