મુંબઈ: અનુપમ ખેરે તેમના સોશીયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરી તેમના ફેન્સને ખુશખબરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની માતા દુલારી જે કોરોના પોઝિટિવ હતા, તેમણે કોરોનાને માત આપી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો એ જણાવ્યા મુજબ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને હવે તેમણે તેમના ઘરમાં 8 દિવસ કવોરેન્ટાઈન રહેવું પડશે.